Not Set/ રણબીર કપૂર જોવા મળશે “ડાકુ અવતાર” માં

સંજૂ ફિલ્મ માં રણબીર કપૂર ના લૂક અને તેની એક્ટિંગ ની ખુબ જ સરાહના થઇ રહી છે.  એટલામાં જ ખબર આવી છે કે હવે એ “શમશેરા” બની રહ્યા છે. રણબીર કપૂર ની નવી ફિલ્મ “શમશેરા” નું જાહેરાત  થઇ ગઈ છે. યશ રાજ ફિલ્મ્સ દ્વારા ટ્વીટરધ્વારા  આ વાતની જાણકારી આપવામાં આવી છે. યશ રાજ ફિલ્મ્સે ટીઝર […]

Entertainment

સંજૂ ફિલ્મ માં રણબીર કપૂર ના લૂક અને તેની એક્ટિંગ ની ખુબ જ સરાહના થઇ રહી છે.  એટલામાં જ ખબર આવી છે કે હવે એ “શમશેરા” બની રહ્યા છે. રણબીર કપૂર ની નવી ફિલ્મ “શમશેરા” નું જાહેરાત  થઇ ગઈ છે. યશ રાજ ફિલ્મ્સ દ્વારા ટ્વીટરધ્વારા  આ વાતની જાણકારી આપવામાં આવી છે.

યશ રાજ ફિલ્મ્સે ટીઝર પોસ્ટ કરતા લખ્યું “કરમ સે ડકૈત , ધરમ સે આઝાદ” . યશ રાજ ની આવનારી એક્શન ફિલ્મ “શમશેરા” માં રણબીર કપૂર નો  એ અવતાર જોવા મળશે જે પેહલા ક્યારે પણ જોવામાં આવ્યો નહિ હોઈ. સાથે સાથે એ પણ કેહવામાં આવ્યું છે કે, આ ફિલ્મ કરન મલ્હોત્રા દ્વારા ડાયરેક્ટ કરવામાં આવશે.

૪૫ સેકંડ ના ટીઝર ને જોઇને લાગી રહ્યું છે કે, આ ફિલ્મ ડાકુ પર આધારિત હશે. રણબીર કપૂર આ ફિલ્મ માં ડાકુ ના રોલ માં જોવા મળશે.

તમને જણાવી દઈએ કે “શમશેરા” એ ત્રણ ફિલ્મ્સમાં ત્રીજી ફિલ્મ છે. જેની ડીલ ડાયરેક્ટર કરન મલ્હોત્રાએ આદિત્ય ચોપડા સાથે કરેલી છે. પહેલા તેઓ “અગ્નિપથ” અને “બ્રધર્સ” ડાયરેકટ કરી ચુક્યા છે.

ફિલ્મ “શમશેરા” નું શૂટિંગ ૨૦૧૮ ના અંત માં  ચાલુ થશે અને ૨૦૧૯ ના મધ્યમાં ખતમ થશે. ફિલ્મ ની રિલીઝ ડેટ તથા અન્ય કલાકારોની કોઈ જાણકારી મળી નથી.