Not Set/ અમદાવાદ: 6 વર્ષની બાળા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 7 વર્ષની સજા

અમદાવાદ, વટવામાં 6 વર્ષની બાળકી સાથે વર્ષ 2015માં બનેલી દુષ્કર્મની ઘટનાએ ભારે ચકચારી મચાવી હતી. 6 વર્ષની બાળકી પર દુષ્કર્મના કેસમાં સેશન્સ કોર્ટે આરોપીને 7 વર્ષની કેદ ફટકારી છે. જેમાં વટવામાં 6 વર્ષની બાળકી પર એક નરાધમ  દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. જે મામલે ફરિયાદ થયા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટમાં કેસ […]

Top Stories

અમદાવાદ,

વટવામાં 6 વર્ષની બાળકી સાથે વર્ષ 2015માં બનેલી દુષ્કર્મની ઘટનાએ ભારે ચકચારી મચાવી હતી. 6 વર્ષની બાળકી પર દુષ્કર્મના કેસમાં સેશન્સ કોર્ટે આરોપીને 7 વર્ષની કેદ ફટકારી છે. જેમાં વટવામાં 6 વર્ષની બાળકી પર એક નરાધમ  દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું.

જે મામલે ફરિયાદ થયા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો ત્યારે પોક્સો એક્ટ હેઠળ સેશન્સકોર્ટે આ કેસમાં અવલોકન કર્યું કે 6 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના એ સખત નિંદનીય કૃત્ય છે અને આવા ગુનાઓને સાંખી લેવાય નહીં આખરે કોર્ટે આરોપીને 7 વર્ષની કેદની સજા ફટકારી છે.

2015માં દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીની ઉંમર છ વર્ષની હતી જ્યારે આરોપી 45 વર્ષીય હોવાનું સામે આવ્યું છે સાથે જ આ માનસિકતા ધરાવનાર લોકો ભારતીય સમાજ અને સમાજમાં રહેલી મહિલાઓ માટે કેટલા ભયજનક પરિસ્થિતિ ઉત્પન્ન કરી રહ્યા છે તે વાત વિચારવાની છે.