મુંબઈ

સંજય દત્ત
સંજય દત્તની માતા નરગિસનું મૃત્યુ કેન્સરના કારણે થયું હતું. સંજયની માતાના મોત બાદ તેઓની પ્રથમ ફિલ્મ આવી હતી ‘રોકી’..સંજય તેની માતાને એટલો પ્રેમ કરતો હતો કે રોકી ફિલ્મનો ફર્સ્ટ શો હતો ત્યારે સંજયએ તેની બાજુની સીટ તેની માતા માટે ખાલી રાખી હતી.નરગીસ જ્યારે બીમાર હતા ત્યારે સંજય તેમની માતાના અવાજને રેકોર્ડ કરતા કરતા હતા.સંજય નશાથી દુર કરવામાં માટે માતાનો અવાજ સાંભળતા હતા.આપને જણાવી દઈએ કે સંજય માતાના મૃત્યુ બાદ ત્રણ વર્ષ પછી સતત ચાર દિવસ સુધી રડ્યા હતા.સંજય માતાનો અવાજ સંભાળો અને પોતાના આંસુને રોકી શક્યા ન હતા.

સુશાંત સિંહ રાજપૂત
આ એક્ટર ટીવી પર આવે તે પહેલા તેમની માતા તેમને છોડીને ચાલી ગઈ હતી.જણાવી કે 2002માં સુશાંતની માતા બીમારીના કારણે દુનિયા છોડીને જતી રહી હતી.એ પછી સુશાંત બહુ દુખી હતો અને કાયમ માટે તેમની માતાને યાદ કરતો હતો અને તે માટે તેને પોતાની પિત પર એક ટેટુ બનાવડાવ્યું હતું જેમાં માતા પુત્રની ઈમેજ જોઈ શકાય છે.

જ્હાનવી કપૂર
જ્હાનવી કપૂરની ફિલ્મ ‘ધડક’ માટે શ્રીદેવી ઘણી મહેનત કરી હતી અને તે જ્હાનવીને સ્ક્રીન પર જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહી હતી પરંતુ તેના ડેબ્યુ પહેલા 25 ફેબ્રુઆરીના રોજ શ્રીદેવી દુનિયાને અલવિદા કહીને ચાલી ગઈ હતી.

શાહરૂખ ખાન
શાહરૂખ ખાનની માતા તેની ફિલ્મ ‘દિવાના’ પહેલા જ મૃત્યુ પામી હતી તેની માતાનું નામ લતીફા ફાતિમા ખાન હતું. શાહરૂખની માતા બીમારીના કારણે દુનિયા છોડીને જતી રહી હતી. માતાના મૃત્યુ બાદ તેની ફિલ્મ 1992 પ્રથમ ફિલ્મ આવી હતી.

અર્જુન કપૂર
અર્જુન કપૂરની માતા મોના કપૂર તેની ફિલ્મ ‘ઈશ્કઝાદે’ ફિલ્મના 2 મહિના પહેલા મૃત્યુ પામી હતી. તેઓ કેન્સરના કારણે મૃત્યુ પામી હતી.
