મુંબઇ,
અભિનેત્રી પ્રિયંકા ચોપરા આજકાલ હોલિવૂડ અને બોલિવૂડની ફિલ્મોમાં વ્યસ્ત છે. પ્રિયંકા તાજેતરમાં એક ટોક શોમાં પહોંચી હતી જેમાં તેણે તેને ચઢું એક મોટી હોલિવૂડ મૂવી વિશે વાત કરી હતી. હાલ પ્રિયંકા હોલિવૂડની ફિલ્મ ‘એજન્ટ ઈટ રોમેન્ટિક’માં કામ કરી રહી છે.

પ્રિયંકાએ કહ્યું કે તે આગામી ફિલ્મમાં વિખ્યાત અને વિવાદિત આધ્યાત્મિક ગુરુ ઓશોની શિષ્ય માં આનંદ શીલાની ભૂમિકા ભજવશે. માં આનંદ શીલા ભારતમાં જન્મેલી એક અમેરિકન નાગરિક છે જે એક વખત રાજનીશ ઓશોની પ્રવક્તા હતી. એક સમયે માં શીલા પર પણ ઘણા લોકોને મારવાનો પ્રયત્ન કરવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો.

આ ફિલ્મ વિશે બોલતાં, પ્રિયંકાએ કહ્યું, “હું પ્રોજેક્ટ પર બેરી લેવિનસન સાથે વાત કરી રહી છું. તેઓ એક જાણીતા અમેરિકન ડાયરેક્ટર છે. આ ફિલ્મ ભારતના આધ્યાત્મિક ગુરુ ઓશોની શિષ્ય માં આનંદ શીલા પર આધારિત હશે. અમેરિકામાં શીલા ઉપર ઘણા વિવાદો થયા હતા. વેલ એકવાર ફરી પ્રિયંકાને ગ્રે-કેરેક્ટરમાં જોવાનું રસપ્રદ રહેશે.
