નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ શુક્રવારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આગ્રહ કર્યો હતો કે તેમની બેંકો અને સામાન્ય જનતાણે જૂની ભારતીય નોટોને બદલવાની સુવિધા બને એટલી વહેલી મળવી જોઈએ. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદીએ 8 નવેમ્બર 2016 ના રોજ નોતાબંધીની જાહેરાત કરી હતી. જે અંતર્ગત 500 અને 1000 રુપિયાની નોટોનું લેન-દેન બંધ કરાવ્યું હતું. ભારતીય મુદ્રાની નોટો નેપાળમાં મોટા પ્રમાણમાં રોજ-બરોજનાં જીવનમાં વાપરવામાં આવે છે. નેપાળની રાષ્ટ્રીય બેંક, નેપાળ રાષ્ટીય બેન્કના અનુસાર લગભગ ૩.36 કરોડ ભારતીય રૂપિયા આ સમયે નેપાળની બેંક પ્રણાલીમાં છે.
ઓલીએ દ્વિપક્ષીય વાત બાદ સંવાદાતાઓને જણાવ્યું હતું કે,
મેં નેપાળી બેન્કિંગ પ્રણાલીમાં અને અન્ય સામાન્ય લોકોના જીવનમાં પડેલી જૂની નોટો ભારતીય મુદ્રા નોટોમાં બદલવાની સુદ્વિધા જલ્દી જ ઉપલબ્ધ કરાવવાનો આગ્રહ મોદીજીને કરવામાં આવ્યો છે.”
