દિલ્હી,
દિલ્હીના ફિરોઝ શાહ કોટલા ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે ૫ વિકેટે શાનદાર વિજય મેળવ્યો છે. દિલ્હી ડેરડેવિલ્સ દ્વારા આપવામાં આવેલા ૧૮૨ રનના ટાર્ગેટનો પીછો કરતા RCBની ટીમે ૧૯ ઓવરમાં જ વટાવી ટુર્નામેન્ટમાં પોતાનો ચોથો વિજય હાંસલ કર્યો હતો.
દિલ્હીની ટીમના શાનદાર વિજયના હિરો કેપ્ટન વિરાટ કોહલી, મિડલ ઓર્ડર બેટ્સમેન એ બી ડિવિલિયર્સ અને સ્પિન બોલર યજુવેન્દ્ર ચહલ રહ્યા હતા, પરંતુ મિ. ૩૬૦ એ બી ડિવિલિયર્સને ૭૨ રનની મેચ વિનિંગ ઇનિંગ્સના કારણે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. એ બી ડિવિલિયર્સે માત્ર ૩૭ બોલમાં ૭૨ રનની તુફાની ઇનિંગ્સ રમી હતી.
AB finishes it off in style for the @RCBTweets.
They beat #DD by 5 wickets.#DDvRCB pic.twitter.com/rShrXOakBa
— IndianPremierLeague (@IPL) May 12, 2018
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી DDની ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૪ વિકેટના નુકશાને ૧૮૧ રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને ઓપનર બેટ્સમેન પૃથ્વી શો માત્ર ૨ રન બનાવી પેવેલિયનમાં ભેગો થયો હતો જયારે જેસન રોય પણ માત્ર ૧૨ રન જ બનાવી શક્યો હતો.
.@RishabPant777 is at it again. Yet another whirlwind innings in progress. 56* at the moment #VIVOIPL #DDvRCB pic.twitter.com/G7TbZk6hDY
— IndianPremierLeague (@IPL) May 12, 2018
બંને ઓપનરોના સસ્તામાં આઉટ થયા બાદ કેપ્ટન શ્રેયસ ઐયરે ૩૨ રન બનાવ્યા હતા જયારે સ્ફોટક મિડલ ઓર્ડર બેટ્સમેન વૃષભ પંતે માત્ર ૩૪ બોલમાં જ ૬૧ રનની તુફાની ઇનિંગ્સ રમી હતી. મેચની અંતિમ ઓવરોમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલા અભિષેક શર્માએ માત્ર ૧૯ બોલમાં જ ૪ સિક્સર અને ૩ ચોક્કા સાથે ૪૬ રન ફટકાર્યા હતા. RCB તરફથી સ્પિન બોલર યજુવેન્દ્ર ચહલે ૨ વિકેટ ઝડપી હતી.
દિલ્લી ડેરડેવિલ્સ દ્વારા આપવામાં આવેલા ૧૮૨ રનના ટાર્ગેટનો પીછો કરતા બેંગ્લોરની ટીમે આ લક્ષ્યાંકને ૬ બોલ બાકી રાખતા વટાવ્યો હતો અને જીત પોતાના નામે કરી હતી. ૧૭૭ રનના લક્ષ્યનો પીછો કરતા DDની શરૂઆત પણ ખરાબ રહી હતી અને ઓપનર બેટ્સમેન પાર્થિવ પટેલ માત્ર ૬ રન બનાવી પેવેલિયનમાં ભેગો થયો હતો. જયારે મોઈન અલી પર માત્ર ૧ રન બનાવી શક્યો હતો.
A 💯 run partnership between the duo.
They are at it here at Kotla.#DDvRCB pic.twitter.com/ODvHw1M2PA
— IndianPremierLeague (@IPL) May 12, 2018
જો કે ત્યારબાદ ક્રિઝ પર આવેલા કેપ્ટન વિરાટ કોહલી, મિડલ ઓર્ડર બેટ્સમેન એ બી ડિવિલિયર્સની જોડીએ ત્રીજી વિકેટ માટે ૧૧૮ રનની ભાગીદારી નોધાવી હતી અને પોતાની ટીમને વિજયના પથ પર અગ્રેસર કરી હતી. વિરાટ કોહલીએ માત્ર ૪૦ બોલમાં ૭ ચોક્કા અને ૩ સિક્સર સાથે ૭૦ રન ફટકાર્યા હતા જયારે એ બી ડિવિલિયર્સે માત્ર ૩૭ બોલમાં ૭૨ રનની તુફાની ઇનિંગ્સ રમી હતી. ૭૨ રનની ઇનિંગ્સમાં ડિવિલિયર્સે ૬ ગગનચુંબી સિક્સર અને ૪ ચોક્કા ફટકાર્યા હતા. દિલ્લીની ટીમ તરફથી ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટે ૨ વિકેટ ઝડપી હતી.
