Not Set/ ઇન્દર કુમાર ની મોત ને લઇ ને એક વીડિઓ સોશિઅલ મિડિયા માં વાયરલ

ગયા વરસે જુલાઈ માં જયારે ઇન્દર કુમાર ના મોત ની ખબર થી ફિલ્મ ઉદ્યોગ સહીત પૂરો દેશ હેબતાઈ ગયો હતો.  હવે ઇન્દર કુમાર ની મૌત ને લઇ ને એક વીડિઓ સોશિઅલ મિડિયા માં વાયરલ થઇ રહ્યો છે, જેને જોયા પછી બધા દંગ રહી ગયા છે.  ગયા વરસે ૨૮ જુલાઈએ જયારે ઇન્દર કુમાર ના મોત ની […]

Entertainment

ગયા વરસે જુલાઈ માં જયારે ઇન્દર કુમાર ના મોત ની ખબર થી ફિલ્મ ઉદ્યોગ સહીત પૂરો દેશ હેબતાઈ ગયો હતો.  હવે ઇન્દર કુમાર ની મૌત ને લઇ ને એક વીડિઓ સોશિઅલ મિડિયા માં વાયરલ થઇ રહ્યો છે, જેને જોયા પછી બધા દંગ રહી ગયા છે.  ગયા વરસે ૨૮ જુલાઈએ જયારે ઇન્દર કુમાર ના મોત ની ખબર આવી ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે ઇન્દર કુમાર ખાસ્સા દિવસો થી બીમાર છે અને અચાનક જ એમને હાર્ટ અટેક આવવાથી એમનું મૃત્યુ થઇ ગયું છે. પણ હવે જે વીડિઓ સોશિઅલ મિડિયા માં વાયરલ થઇ રહ્યો છે એ બીજી બાજુ જ ઈશારો કરી રહ્યો છે.

કહેવાય રહ્યું છે કે વીડિઓ ઇન્દરનું મૃત્યુ થયુ એના થોડા સમય પહેલાનો છે. વીડિઓ જોયા પછી બધા કહી રહ્યા છે કે ઇન્દર કુમારે આત્મહત્યા કરી છે. આ વીડિઓ માં ઇન્દર કહી રહ્યા છે ” આત્મહત્યા કરવા માગું છું. જઈ રહ્યો છું ખુબ દુર. આનો દોષ હું કોને આપું? કે ના આપું. એક્ટર બનવા આવ્યો હતો. સિકસ પેક બનવ્યા. મારી ઐય્શીઓએ મને ક્યાયનો નથી છોડ્યો. મને મારાથી છીનવી લીધો. મારાથી કઇક શીખી શકો તો શીખો , નહિ તો કાલે મારી જગ્યાએ તમારા હાથ માં પણ મોબાઈલ હશે. તમે પણ કાલે મોત ને લઈને મેસેજ છોડી રહ્યા હશો.” ત્યારબાદ ઇન્દર એમની માતા અને પરિવાર ને યાદ કરતા ઈમોશનલ વાતો કરતા દેખાય છે.

https://youtu.be/OzbF8B2EqXo

જણાવી દઈએ કે ઇન્દર કુમારે મૃત્યુ ના એક વ વરસ પહેલા ૨૦૧૬ માં ઈન્સ્ટગ્રામ પર એક પોસ્ટ મૂકી હતી જેમાં કેપ્શન માં લખ્યું હતું” હેપીનેસ ” અને ત્યારબાદ એમને પોતાના ઈન્સ્ટગ્રામ પર કઈ પણ પોસ્ટ કર્યું નહતું. ત્યારબાદ ૨૭ જુલાઈ ૨૦૧૭ એટલે કે મૃત્યુ ના એક દિવસ પહેલા ઇન્દરે પોતાની એક તસ્વીર પોસ્ટ કરતા લખ્યું હતું “પીસ”. તેમની આ તસ્વીર જોઇને દાવો કરવામાં આવી રહ્યો હતો કે ઇન્દર ને મૃત્યુ નો આભાસ પેહલે થીજ થઇ ગયેલો હતો.

તેમ છતાં જણાવી દઈએ કે આ તસ્વીરો વેરીફાઇડ એકાઉન્ટ માંથી પોસ્ટ નહોતી કરવામાં આવી. આવામાં હવે વાયરલ થઇ રહેલા ઇન્દર ના આ સેલ્ફ રેકોર્ડેડ વીડિઓએ ફરીવાર બધાને બેચેન કરી દીધા છે.

આની સાથે તમને જણાવી દઈએ કે દાવો કરવવામાં આવી રહ્યો છે કે ઇન્દર નો આ વીડિઓ આત્મહત્યા થી જોડાયેલો નથી, પરંતુ એમની આવી રહેલી ફિલ્મ નો હિસ્સો હતો.

ઇન્દર કુમારે બોલીવુડ માં ૧૯૯૬ માં ફિલ્મ માસુમ થી કરીઅરની શરૂઆત કરી હતી. ઇન્દર કુમાર સલમાન ખાન ના નજીક ના દોસ્ત હતા. એમણે ગજગામિની , ઘૂંઘટ, માં તુજે સલામ, કહી પ્યાર ના હો જાયે, યે દુરીયા , જેવી ફિલ્મો માં કામ કર્યું હતું. મૃત્યુ પહેલા તેઓ ફિલ્મ “ફટી પડી હૈ યાર ” ની તૈયારી માં હતા.

તમને જણાવી દઈએ કે ઇન્દર કુમાર એક રેપ કેસ ના કારણે વિવાદો માં પણ આવી ચુક્યા હતા. એમના પર ૨૩ વરસ ની એક છોકરીએ રેપ નો આરોપ લગાવ્યો હતો. વર્સોવા પોલીસ ને આપેલા બયાન માં પીડિતા  એ કહ્યું હતું કે ઇન્દર કુમારે તેને ફિલ્મો માં લીડ રોલ આપવાનું વચન આપ્યું હતું અને તેની સાથે અંધેરી ના ફ્લેટ માં રહેવા કહ્યું હતું. આને કાસ્ટિંગ કાઉચ નો મામલો બતાવીને ઇન્દર કુમાર પર ૩૭૬ અને ૫૦૬ પ્રમાણે કેસ કરવામાં આવ્યો હતો.