Not Set/ કર્ણાટક ભાજપે ફોન ટેપિંગ અને મેસેજ લીક થવા અંગે ગૃહમંત્રી રાજનાથસિંહને કરી ફરિયાદ

નવી દિલ્હી, કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ત્રિશંકુ વિધાનસભાના પરિણામ પછી હવે સૌની નજર કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા ઉપર મંડાઈ છે. આ દરમિયાન એવા સમાચાર મળી રહ્યા છે કે, કર્ણાટક ભાજપે ફોન ટેપિંગ આને મેસેજ લીક થવાની ફરિયાદ કરવામાં આવી છે. કર્ણાટક ભાજપ દ્વારા ફોન ટેપિંગ આને મેસેજ લીક થવા અંગે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહને ફરિયાદ કરવામાં […]

Top Stories India

નવી દિલ્હી,

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ત્રિશંકુ વિધાનસભાના પરિણામ પછી હવે સૌની નજર કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા ઉપર મંડાઈ છે. આ દરમિયાન એવા સમાચાર મળી રહ્યા છે કે, કર્ણાટક ભાજપે ફોન ટેપિંગ આને મેસેજ લીક થવાની ફરિયાદ કરવામાં આવી છે.

કર્ણાટક ભાજપ દ્વારા ફોન ટેપિંગ આને મેસેજ લીક થવા અંગે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહને ફરિયાદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ભારતીય જનતા પક્ષ અને આનન-ફાનનમાં બનેલી કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે.

કર્ણાટકની ચૂંટણીમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે, પરંતુ ૨૨૪ સદસ્યોવાળી વિધાનસભામાં જાદુઈ આંકડો મેળવવા માટે ભાજપ નિષ્ફળ રહ્યું છે. આ સંજોગોમાં ભાજપ દ્વારા પોતાના ફોન ટેપિંગ અને મેસેજ લીક થવા અંગેની ફરિયાદ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ સમક્ષ કરવામાં આવી છે તે અંગે અનેક તર્ક-વિતર્ક ઉભા થયા છે.