Banaskantha News/ ડીસામાં સાસરીયાના ત્રાસથી આપઘાત, પોલીસે હાથ ધરી તપાસ

બનાસકાંઠામાં ડીસાના વાડી રોડ વિસ્તારની ચોંકાવનારી ઘટના. એક યુવાને આપઘાત કર્યાનો મામલો સામે આવ્યો. યુવાને સાસરીયાના ત્રાસથી ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો.

Top Stories Gujarat Others Breaking News

Banaskantha News: બનાસકાંઠામાં ડીસાના વાડી રોડ વિસ્તારની ચોંકાવનારી ઘટના. એક યુવાને આપઘાત કર્યાનો મામલો સામે આવ્યો. યુવાને સાસરીયાના ત્રાસથી ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. પરિણીત યુવાન તેના સાસરિયાથી વધુ ત્રસ્ત હતો. તેના સાસરીયાએ પત્નીને બીજે પરણાવી દેતા યુવાનને લાગી આવ્યું અને અંતિમ પગલું ભર્યું.

બનાવની વિગત મુજબ પરિણીત યુવાને પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી. યુવાનનો પત્ની સાથે કોઈ બાબતે ઝગડો થયો હતો. પત્ની રિસાઈને પિયર જતી રહી. ત્યારબાદ યુવાને પત્નીને મનાવવા અનેક પ્રયાસ કર્યા છતાં તે પાછી ના આવી. ઉપરાંત યુવાનના સાસરિયા તેને ધમકી આપવા લાગ્યા હતા. સાસરિયાઓની ધમકી અને તેની પત્નીને બીજે પરણાવી દેતા વધુ લાગી આવ્યું. સાસરી પક્ષના ત્રાસથી યુવાને અંતિમ પગલુંભર્યું. જો કે યુવાને આત્મહત્યા પહેલા એક વીડિયો બનાવ્યો હતો. યુવાનની આત્મહત્યાને લઈને ડીસા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ વીડિયો કબ્જે કર્યો છે. વીડિયોમાં યુવાને આત્મહત્યા માટે કોને જવાબદાર કહ્યા છે અથવા તો કોના કારણ તે આત્મહત્યા કરી રહ્યો છે તેને ધ્યાન પર લઈને પોલીસ વધુ પગલાં લેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વાયુવેગે ફેલાતા ચાંદીપુરા વાયરસે 19નો ભોગ લીધો, આરોગ્ય વિભાગ સતર્ક

આ પણ વાંચો: વડોદરામાં યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતાં સોંપો પડી ગયો

આ પણ વાંચો: AMTS બસો અને બસ સ્ટેન્ડમાં હવે શૂટિંગ માટે કોર્પોરેશનની મંજૂરી