Not Set/ શપથ લીધા બાદ યેદુરપ્પાએ કરી ખેડૂતોના દેવામાફીની જાહેરાત, ઔપચારિક ઘોષના ટૂંકમાં કરાશે

બેંગલુરુ, કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે ત્રીજી વખત શપથ લેતાંની સાથે જ યેદુરપ્પાએ ખેડૂતોના દેવામાફી કરવાનું એલન કર્યું છે. જો કે આ મામલે એકાદ બે દિવસમાં ઔપચારિક જાહેરાત પણ કરવામાં આવશે. મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ યેદિયુરપ્પાએ કહ્યું હતું કે, મારા વચન મુજબ હું ખેડૂતોના દેવામાફીનું એલાન કરું છું. બહુમત સાબિત કરવાના પ્રશ્ન અંગે તેમણે કહ્યું હતું […]

Top Stories India

બેંગલુરુ,

કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે ત્રીજી વખત શપથ લેતાંની સાથે જ યેદુરપ્પાએ ખેડૂતોના દેવામાફી કરવાનું એલન કર્યું છે. જો કે આ મામલે એકાદ બે દિવસમાં ઔપચારિક જાહેરાત પણ કરવામાં આવશે. મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ યેદિયુરપ્પાએ કહ્યું હતું કે, મારા વચન મુજબ હું ખેડૂતોના દેવામાફીનું એલાન કરું છું.

બહુમત સાબિત કરવાના પ્રશ્ન અંગે તેમણે કહ્યું હતું કે હું આ વખતે 100 ટકા આશ્વસ્ત છું કે, બહુમત સાબિત કરવામાં અમે સફળ રહીશું.

બીજેપી નેતાએ કહ્યું કે, હું વડાપ્રધાન અને બીજેપી અધ્યક્ષનો આભારી છું કે આ જવાબદારી મને આપવામાં આવી છે. હું રાજ્યના ખેડૂતો અને એસસી-એસટીનો પણ આભારી છું કે તેમણે મને પસંદ કર્યો છે, હું તેમને ભરોસો આપું છું કે, હું તેમને આપેલા તમામ વચનોને પુરા કરીશ.

યેદિયુરપ્પાએ કહ્યું કે, “હું દરેક ૨૨૪ ધારાસભ્યોને સમર્થનની અપીલ કરું છું, મને આશા છે કે, તેઓ પોતાની અંતરાત્માના અવાજને સાંભળીને મારું સમર્થન કરશે. મને વિશ્વાસ છે કે હું વિધાનસભામાં વિશ્વાસનો મત પ્રાપ્ત કરીશ અને આગામી પાંચ વર્ષ સુધી રાજ્યની સરકારનું નેતૃત્વ કરીશ.

તેમણે કહ્યું હતું કે, કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મળેલો જનાદેશ રાજ્યના વિકાસ માટે છે.