પંકજ ઉધાસનો જન્મ 17 મે, 1951 માં જિતપુર, ગુજરાતમાં થયો હતો. પંકજના પિતા ખેડૂત હતા. આ ઉપરાંત, તેમના બંને ભાઈઓ ગાયકો હતા. પંકજને સોંગ ‘ચાંદી જેસા રંગ હૈ તેરા’ થી લોકપ્રિયતા મળી છે.

પંકજએ ઘણા બધા મધુર નગમે અને ગઝલ ગાઈ છે અને તેઓ એ પ્રથમ સ્ટેજ પર્ફ્રોમન્શમાં રાષ્ટ્રભક્તિ ગીત ‘એ મેરે વતન કે લોગો’ ગાયું હતું. આ સોંગ માટે પંકજને ઓડીયન્સ પાસેથી રૂપિયા 51 પણ મળ્યા હતા.

પંકજના બન્ને ભાઈ મનહર ઉધાસ અને નિર્મલ ઉધાસ પણ ગાયક હતા મનોહર ઉધસે બૉલીવુડમાં સુપરહિટ ગીતો ગાયા છે પંકજએ સંગીતમાં નાટ્યમાં એકેડેમીમાં તબલાની સમજણ હતી ત્યાર બાદ તેમણે વોકલ્સમાં ક્લાસિકલની તાલીમ લીધી. પંકજ દ્વારા દારૂ પર ગાવામાં આવેલ ઘણી બધી ગઝલ આજે પણ ખૂબ પ્રચલિત છે.

પંકજએ ફારિદા સાથે લગ્ન કર્યા હતા અને તેમને ત્રણ દીકરીઓ પણ છે પંકજએ આદાબ અર્જ છે નામથી એક ટેલેન્ટ હંટ શો પણ ચાલે છે જે સોની એન્ટરટેન્મેન્ટ પર પ્રસારિત કરવામાં આવે છે.

પંકજ ઉધાસ હવે ઘણા ઓછા ગીતો ગાય છે અને ખૂબ સામાન્ય જીવન જીવી રહ્યા છે. પંકજ નિયમિત રીતે રોજ 6-7 ન્યુઝ પેપર વાંચે છે અને પોતાને હેલ્દી રાખવા માટે યોગા અને કસરત કરે છે.

પંકજ ઉધાસ સંગીતને સારું યોગદાન આપવા માટે તેઓ ને વર્ષ 2006 માં ભારત સરકારે પદ્મશ્રીથી સંમાનિત પણ કર્યા છે.
