Not Set/ મરચું છાંટી સાત કિલો ચાંદીના દાગીનાનો લૂંટ મામલો, બે આરોપી ઝડપાયા

મોરબીના લુટાવદર ગામ પાસે વેપારીની આંખમાં મરચું છાંટી સાત કિલો ચાંદીના દાગીનાની લૂંટ અને વાંકાનેરમાં ઘરફોડ ચોરીના મામલાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. પોલીસે પીપળી ગામ પાસેથી બે બાઈક સવાર શખ્સો સાગરસિંગ ડાવર અને કડકસિંગ નામના શકમંદ આરોપીની અટકાયત કરી હતી. અટકાયત દરમ્યાન પુછપરછ કરતા શકમંદ આરોપીઓ પાસેથી નંબર પ્લેટ વગરનુ બાઇક મળી આવ્યુ હતુ. […]

Gujarat Others Trending

મોરબીના લુટાવદર ગામ પાસે વેપારીની આંખમાં મરચું છાંટી સાત કિલો ચાંદીના દાગીનાની લૂંટ અને વાંકાનેરમાં ઘરફોડ ચોરીના મામલાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. પોલીસે પીપળી ગામ પાસેથી બે બાઈક સવાર શખ્સો સાગરસિંગ ડાવર અને કડકસિંગ નામના શકમંદ આરોપીની અટકાયત કરી હતી.

અટકાયત દરમ્યાન પુછપરછ કરતા શકમંદ આરોપીઓ પાસેથી નંબર પ્લેટ વગરનુ બાઇક મળી આવ્યુ હતુ. જે અંગેની પુછપરછમાં બાઇક ચોરી ઉપરાંત બે અન્ય લુટાવદર અને વાકાનેરની ચોરીનો ભેદ ઉકેલાયો હતો.

લૂંટનો મુદામાલ મધ્યપ્રદેશમાં જોબટનાં સોની વેપારીને વેચ્યાની પણ કબુલાત આપી હતી. પોલીસે આરોપીની કબુલાતને આધારે એમપીના અન્ય આરોપી ખીમન તુસુ મચ્છાર અને દિલીપ મળીયાસિંગને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી નંબર પ્લેટ વગરનું બાઇક અને 22 હજાર 500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.