સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઉતર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીઓએ હવે પોતાનું ઘર શોધવાનું કામ ચાલુ કરી દીધું છે. અમુક પૂર્વમુખ્યમંત્રીઓએ તો નવા ઘરમાં રહેવાનું પણ શરુ કરી દીધું છે. પૂર્વ મુખ્યમંત્રી અને બસપાના સુપ્રીમો માયાવતી, એમનું અત્યારનું સરકારી આવાસ છોડીને નજીકમાં આવેલા ખુદના ઘરમાં શિફ્ટ થવા જઈ રહ્યા છે.
ખાનગી અખબારના જણાવ્યા અનુસાર માયાવતીએ વર્ષ ૨૦૧૦માં ૭૧ હજાર વર્ગ ફીટમાં ફેલાયેલો આ બંગલો ૧૫ કરોડ
રૂપિયામાં ખરીદ્યો હતો. હાલમાં એમના સરકારી આવાસનું સરનામું ૧૩ મોલ એવન્યુ છે, જે થોડા દિવસોમાં બદલાઈને ત્યાંથી
થોડુજ દુર ૯ મોલ એવન્યુ થઇ જશે. એમનું પાર્ટી કાર્યાલય પણ નજીકમાંજ આવેલું છે. જણાવી દઈએ કે બસપા પૂર્ણ બહુમત સાથે
વર્ષ ૨૦૦૭માં ઉતર પ્રદેશમાં સતા પર આવી હતી અને એના ત્રણ વર્ષ બાદ જ માયાવતીએ આ બંગલો ખરીદ્યો હતો.
કરોડોના બંગલોમાં વિશાળ ગુંબજ માયાવતીના શાસન દરમિયાન ઘણાં પાર્ક અને દલિત નેતાઓના સ્મારક બનાવવામાં આવ્યા હતા, એમાં મોટા મોટા ગુંબજ બનાવવામાં આવ્યા હતા. લાલ પથ્થરો માંથી બનેલા બસપા સુપ્રિમોના આ નવા બંગલોમાં પણ એવોજ વિશાળ ગુંબજ બનાવવામાં આવ્યો છે. બંગલોની સુરક્ષા કરતા કર્મીઓએ જણાવ્યું કે બંગલોનું કામ પૂરું થઇ ગયું છે. માયાવતીના નજીકના અને બસપાના પદાધીકારીયોએ જણાવ્યું કે એસ્ટેટ ડીપાર્ટમેન્ટ દ્વારા બંગલો ખાલી કરવાની નોટીસ મળ્યા બાદ જ શિફ્ટ કરવાનું કામ ચાલુ થઇ ગયું હતું. માયાવતીએ વર્ષ ૨૦૧૨ની રાજ્યસભાની ચુંટણી દરમિયાન કરેલા કેફીયતનામાંમાં નવો બંગલો ખરીદવાની જાણકારિ આપી હતી. બસપા સુપ્રીમોનું સરકારી આવાસ લગભગ ૨૩૦૦૦ વર્ગ ફૂટમાં ફેલાયેલો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સપાના વરિષ્ઠ નેતા મુલાયમ સિંહ પણ નવા બંગલોની ખોજ કરી રહ્યા છે. તેઓ અત્યારે ૫ વિક્રમાદિત્ય માર્ગ પર આવેલા સરકારી આવાસ માં રહે છે. પૂર્વ મુખ્યમંત્રી અને હાલ દેશના ગૃહમંત્રી રાજનાથ સિંહ પણ ૪ કાલિદાસ માર્ગ પર આવેલા સરકાર આવાસ છોડીને ગોમતીનગરમાં આવેલા તેમના પોતાના બંગલોમાં શિફ્ટ થવાની તૈયારી કરી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટે રદ્દ કર્યો હતો કાનુન સુપ્રીમ કોર્ટે ૭ મે ના ઉતર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીઓને સરકારી આવાસ ખાલી કરવાનો આદેશ આપ્યો હતો.કોર્ટે ફેસલામાં સાફ કહ્યું હતું કે એક વાર મુખ્યમંત્રી પદ છોડ્યા બાદ એ વ્યક્તિ આમ આદમી બરાબર થઇ જાય છે. સુપ્રીમ કોર્ટે આ ફેસલો રાજ્ય દ્વારા લાવવામાં આવેલા એ નિયમ ને રદ્દ કરતા લીધો હતો કે જેમાં પૂર્વ મુખ્યમંત્રીઓને સ્થાયી રૂપ થી સરકારી આવાસ આપવાનું પ્રાવધાન કરવામાં આવ્યું હતું.
