નવી દિલ્હી,
કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પૂરી થયા બાદ પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી કરવામાં આવી રહેલા ભાવવધારા બાદ પેટ્રોલ-ડીઝલની કિંમત છેલ્લા ચાર વષોમાં રેકોર્ડ સ્તર પર પહોચી છે.
આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલની કિંમત ૮૪.૭૦ રૂપિયા જયારે ડીઝલની કિંમત ૭૨.૪૮ રૂપિયા પ્રતિ લીટર પહોચી છે. આ કારણે દેશભરમાં મોઘવારી વધવાના એંધાણ વધી રહ્યા છે, ત્યારે પેટ્રોલ અને ડીઝલને એક સમાન ટેક્સ (GST)ના દાયરામાં લાવવા માટે સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે. આ પહેલા પેટ્રોલિયમ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા પણ આ અંગે પોતાની સહમતી દર્શાવી ચુક્યા છે પરંતુ હાલ પુરતું કેન્દ્ર સરકાર માટે પણ આ કાર્ય કરવું મુશ્કેલ જણાઈ રહ્યું છે.
પેટ્રોલ અને ડીઝલને GSTમાં સમાવવા અંગે સરકાર સામે છે આં મુશ્કેલીઓ
૧. વધી શકે છે પેટ્રોલ અને ડીઝલના ભાવ :
જયારે પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લાવવામાં આવે છે ત્યારે દેશના કેટલાક રાજ્યોમાં કિંમતોમાં ઘટાડો થઇ શકે છે જયારે બીજી બાજુ કેટલાક રાજ્યોમાં પેટ્રોલ હાલમાં જે ભાવે વેચાય છે એના કરતા પણ વધુ કિંમત આપવી પડી શકે છે.
હાલની ટેક્સ પ્રણાલીની વાત કરવામાં આવે તો, મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં ૪૦ ટકા સુધી ટેક્સ વસુલવામાં આવે છે જયારે અંદમાન-નિકોબારમાં માત્ર ૬ ટકા જ ટેક્સ પેટ્રોલ અને ડીઝલ પર લાગે છે.
૨. દેશભરમાં એક સરખો ટેક્સ લાગુ કરવું છે મુશ્કેલ :
જયારે પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવામાં આવે છે ત્યારે દેશભરમાં અલગ અલગ ટેક્સથી જગ્યાએ એક સમાન ટેક્સ થઇ શકે છે. જેથી મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં થોડી ઘણી રાહત મળી શકે છે જયારે પહેલેથી જ ઓછો ટેક્સ વસુલતા રાજ્યોમાં કિંમતમાં વધારો થઇ શકે છે.
૩. રાજ્યો વચ્ચે સમંતિ બનવી છે મુશ્કેલ
બીજી બાજુ, પેટ્રોલ અને ડીઝલને ન માત્ર કેન્દ્ર સરકારને પરંતુ રાજ્ય સરકારોને ટેક્સના માળખામાં મોટી રકમ મળતી હોય છે. રાજ્ય સરકારોને આં રકમ મુખ્યત્વે લગાવવામાં આવતા વેટના સ્વરૂપમાં મળે છે. ત્યારે બધા રાજ્યો વચ્ચે પેટ્રોલ અને ડીઝલને GST માટે સમંતિ બનાવવી મુશ્કેલ છે.
૪. કેવી રીતે મળી શકે છે રાહત
જયારે પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં શામેલ થતું નથી, ત્યારે કેન્દ્ર સરકાર પાસે એક્સાઈજ ડ્યુટી ઘટાડવા અને રાજ્ય સરકાર પાસે વેટ ઓછો કરવાનો વિકલ્પ હોય છે. બીજી બાજુ તમિલનાડુ દ્વારા પહેલાથી જ GST અંગે પગલા ઉઠાવવા માટે ઇન્કાર કર્યો છે.
