Not Set/ નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં દેશની ૨૧ સરકારી બેન્કોને લાગ્યો અધધ.. ૨૫,૭૭૫ કરોડ રૂપિયાનોચૂનો

ઇન્દોર, ગત નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ દેશની સરકારી બેંકો માટે મુશ્કેલી ભર્યું પસાર થયું હોઈ તે જોવા મળી રહ્યું છે. એક RTIમાં ખુલાસો થયો છે કે, દેશની ૨૧ સરકારી બેન્કોને છેતરપિંડીના અલગ-અલગ મામલાઓ મળીને કુલ ૨૫,૭૭૫ કરોડ રૂપિયાનો ચૂનો લાગ્યો છે. મધ્યપ્રદેશના નીમચના રહેવાસી અને સામાજિક કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડે રવિવારે જણાવ્યું કે, તેઓ દ્વારા ભારતીય રિઝર્વ […]

Business

ઇન્દોર,

ગત નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ દેશની સરકારી બેંકો માટે મુશ્કેલી ભર્યું પસાર થયું હોઈ તે જોવા મળી રહ્યું છે. એક RTIમાં ખુલાસો થયો છે કે, દેશની ૨૧ સરકારી બેન્કોને છેતરપિંડીના અલગ-અલગ મામલાઓ મળીને કુલ ૨૫,૭૭૫ કરોડ રૂપિયાનો ચૂનો લાગ્યો છે.

મધ્યપ્રદેશના નીમચના રહેવાસી અને સામાજિક કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડે રવિવારે જણાવ્યું કે, તેઓ દ્વારા ભારતીય રિઝર્વ બેંક (RBI)માં કરવામાં આવેલી RTIમાં આ ખુલાસો થયો છે.

RTI હેઠળ ૧૫ મેના રોજ RBI દ્વારા આપવામાં આવેલા જવાબમાં સામે આવ્યું છે કે, ફાઇનાન્સિયલ વર્ષ ૨૦૧૭-૧૮માં છેતરપિંડીના જુદા-જુદા મામલાઓમાં પંજાબ નેશનલ બેંકને સૌથી વધુ ૬૪૬૧.૧૩ કરોડ રૂપિયાનું નુકશાન થયું છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ડાયમંડ કિંગ નીરવ મોદી અને ગીતાંજલિ જેમ્સના પ્રમોટર મેહુલ ચોકસી દ્વારા આચરવામાં આવેલા ૧૩૦૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ પંજાબ નેશનલ બેંકમાં સામે આવ્યું હતું. ત્યારબાદ કરાયેલી તપાસમાં આ ગોટાળામાં PNBના શીર્ષ અધિકારીઓએ સાથે મળીને અંજામ આપ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

RTIમાં કરાયેલા ખુલાસા મુજબ, દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને ૨૩૯૦.૭૫ કરોડ રૂપિયા ચૂનો લાગ્યો હતો.

જયારે બેંક ઓફ બરોડાને ૨૨૨૪.૮૬ કરોડ રૂપિયા, અલ્હાબાદ બેન્કને ૧૫૨૦.૩૭ કરોડ રૂપિયા, આંધ્રા બેન્કને ૧૩૦૩.૩૦ કરોડ રૂપિયા, યુકો બેન્કને ૧૨૨૪.૬૪ કરોડ રૂપિયા, IDBI બેન્કને ૧૧૧૬.૫૩ કરોડ રૂપિયા, યુનિયન બેંક ઓફ ઈન્ડિયાને ૧૦૯૫.૨૩ કરોડ રૂપિયાનું નુકશાન થયું છે.

આ ઉપરાંત સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાને ૧૦૮૪.૫૦ કરોડ રૂપિયા, બેંક ઓફ મહારાષ્ટ્રાને ૧૦૨૯.૨૩ કરોડ રૂપિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેન્કને ૧૦૧૫.૭૯ કરોડ રૂપિયા, કોર્પોરેશન બેન્કને ૯૭૦.૮૯ કરોડ રૂપિયા, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સને ૬૫૦.૨૮ કરોડ રૂપિયા, સિન્ડીકેટ બેન્કને ૪૫૫.૦૫ કરોડ રૂપિયા, કેનરા બેન્કને ૧૯૦.૭૭ કરોડ રૂપિયા, દેના બેન્કને ૮૯.૨૫ કરોડ રૂપિયા, વિજયા બેન્કને ૨૮.૫૮ કરોડ રૂપિયા અને ઇન્ડિયન બેન્કને ૨૪.૨૩ કરોડ રૂપિયાનો ચૂનો લાગ્યો છે.