અમદાવાદ
અમદાવાદના રાણીપ વિસ્તારમાં નીદ્રાધીન 12 વર્ષની સગીરા પાસે આવી હવસખોરે સગીરાને અડપલાં કર્યા હતા. આ દરમીયાન સગીરા અચાનક ઉંઘમાં જાગી ગઈ હતી. સગીરાએ બુમરાડ મચાવતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.
હવસખોર માજીદઅલી મકસુદઅલી સૈયદને ઝડપી લઈ રાણિપ પોલીસના હવાલે કર્યો હતો. રાણિપ પોલીસે માજીદ સામે ગુનો નોંધી ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
આરોપી માજદ અલી કડીયાકામ કરે છે. આરોપીના ફેમીલી વેકેસન માટે પીયર ગયા હતા ત્યારે આ હવસખોર પ્રૌઢ આરોપી માજીદઅલીએ કામ આચર્યુ હતુ.
જ્યારે આરોપી મુળ એમ.પીના જાવરાગામનો રહેવાશી છે અને અમદાવાદમાં મોહનધુલાની ચાલી પાસેમ બકરા મંડીમાં રહે છે. રાણીપ પોલીસ દ્વારા આરોપી સાથે વધુ તપાસ હાથ ધરી છે.
