નવી દિલ્હી,
મંગળવાર વહેલી સવાર 4.15 વાગ્યે રાજધાની દિલ્હીના માલવીય નગર વિસ્તારમાં લાગેલી આગે હવે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. માલવીય નગરમાં લાગેલી ભીષણ આગના 18 કલાકો વીત્યા બાદ પણ કાબુ મેળવાયો નથી.
Delhi: Latest visuals from Malviya Nagar where fire broke out in a rubber godown yesterday. Firefighting operations underway. pic.twitter.com/Q4Jx1TLDL7
— ANI (@ANI) May 30, 2018
બુરાડીના કપડા ગોડાઉનમાં લાગી હતી આગ
દિલ્હીના માલવીય નગર સ્થિત બુરાડી વિસ્તારમાં આવેલા કપડાના ગોડાઉનમાં આ ભીષણ આગ લાગી હતી. વહેલી સવારે લાગેલી આ આગને બુઝાવવા માટે ફાયરબ્રિગેડની 25 ગાડીઓ તૈનાત કરવામાં આવી છે.
#WATCH Delhi: Fire which broke out at a godown in Malviya Nagar yesterday has still not been doused, Air Force's MI 17 helicopter deployed for Bambi bucket operations pic.twitter.com/s8m1dXPjim
— ANI (@ANI) May 30, 2018
બીજી બાજુ, આ વિકરાળ આગને બુઝાવવા માટે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે, જયારે આ આગના કારણે આસપાસના વિસ્તારના લોકોએ પૂરી રાત દરમિયાન તેઓ પોતાના ઘરોથી બહાર રહીને વિતાવી હતી.
આ વિકરાળ આગના કારણે આજુબાજુની 13 બિલ્ડિંગ ખાલી કરવામાં આવી છે અને લોકોને સુરક્ષિત સ્થાનો પર લાવવામાં આવી રહ્યા છે.
64 વર્ષીય અવતાર નામના વ્યક્તિએ જણાવ્યું, “જે ગોડાઉનમાં આગ લાગી છે તેઓના ઘરની નજીક છે, જેથી તેઓએ ઘરનો બધો જ સામાન સમેટીને કારમાં રાખી દીધો છે”.
રાતે જ કાઢવામાં આવ્યા કેમિકલના ડ્રમ
કપડાના ગોડાઉનમાં લાગેલી આગ ઝડપથી ફેલાયા બાદ ત્યાં રાખેલા કેમિકલના અને રબરના ડ્રમને સ્થાનિક પ્રશાસન દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે.
