Not Set/ ‘ભણવા જેવી સરકારી શાળા’ આ સરકારી શાળાનું 100 ટકા પરિણામ

રાજકોટની એક એવી શાળા જ્યાં દરેક રીતે પછાત વિદ્યાર્થીઓ સાથે 100 ટકા પરિણામ વાળી રાજકોટ જિલ્લાની એક માત્ર સ્કૂલ બની છે. આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મોટા ભાગે આર્થિક અને સામાજિક રીતે પછાત અને ગરીબ ઘરમાંથી આવે છે. કહેવાય છે કે લય અને પ્રલય એ શિક્ષકના ખોળામાં રમે છે, જો શિક્ષક ધારે તો ગમે તેવું પરિવર્તન કરવા […]

Top Stories Rajkot Trending

રાજકોટની એક એવી શાળા જ્યાં દરેક રીતે પછાત વિદ્યાર્થીઓ સાથે 100 ટકા પરિણામ વાળી રાજકોટ જિલ્લાની એક માત્ર સ્કૂલ બની છે. આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મોટા ભાગે આર્થિક અને સામાજિક રીતે પછાત અને ગરીબ ઘરમાંથી આવે છે.

કહેવાય છે કે લય અને પ્રલય એ શિક્ષકના ખોળામાં રમે છે, જો શિક્ષક ધારે તો ગમે તેવું પરિવર્તન કરવા સક્ષમ છે, જેનું એક ઉદાહરણ રાજકોટ જિલ્લાના અમરનગરની સરકારી શાળા છે. ગુજરાતમાં સરકારી સ્કૂલનું સ્તર દિવસેને દિવસે કથળી રહ્યું છે ત્યારે નાના એવા આ ગામની સરકારી શાળાએ સાબિત કરી દીધું છે કે તે પણ આજની હાઈફાઈ સ્કૂલોથી કોઇ પણ રીતે ઉતરતી નથી અને ખરેખર ભણવા માટેની સ્કૂલ છે, તેમ સાબિત કર્યુ છે. આ શાળા દરેક રીતે પછાત વિદ્યાર્થીઓ સાથે 100 ટકા રિઝલ્ટ વાળી રાજકોટ જિલ્લાની એક માત્ર સ્કૂલ બની છે. આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મોટા ભાગે આર્થિક અને સામાજિક રીતે પછાત અને ગરીબ ઘરમાંથી આવે છે.

આ શાળામાં 21 વિદ્યાર્થીઓ સાથેનો એક વર્ગ હતો, જેમાંથી તમામે તમામ વિદ્યાર્થીઓ પાસ થયેલ છે. જેમાંથી 18 વિદ્યાર્થીઓએ 93.54 માર્ક્સથી શરૂ કરીને 85 સુધીના માર્ક્સ મેળવ્યા છે. આટલા માર્ક્સ મેળવીને વાલીઓ અને વિધાર્થીઓ ખુબ ખુશખુશાલ દેખાતા હતા અને આ માટે પોતાના શિક્ષકોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

કહેવાય છે કે ઈરાદાઓ મક્કમ હોય તો કોઈ પણ કાર્ય મુશ્કેલ નથી હોતું. જે અમરનગરની સરકારી શાળાના વિદ્યાર્થી અને તેના શિક્ષકોએ સાબિત કરી દીધું છે, કારણ કે એક તરફ સરકારી શાળા બધી રીતે પછાત વિદ્યાર્થીઓ આ બધાનો તાલમેલ કરીને આ શાળાએ 100% રિઝલ્ટ સાથે પોતાની ક્ષમતા પુરવાર કરી છે.