મેઘાલયની રાજધાની શિલોંગમાં સતત બીજા દિવસે પણ સ્થિતિ ખરાબ છે. અહી બસ ડ્રાઈવરોના સમૂહ અને સ્થાનિક નિવાસીઓ વચ્ચે થયેલાં ઝઘડો હિંસક થઇ જવાથી ૧૪ વિસ્તારોમાં કર્ફ્યું લગાવી દેવામાં આવ્યો હતો. તણાવભર્યા માહોલના કારણે શિલોંગમાં રાતે કર્ફ્યુંનો આદેશ છે. જોકે આજે અહી કોઈ હિંસાની ઘટના થઇ નથી, પરંતુ જરૂરી ઈન્ટરનેટ સેવાઓ બંધ રાખવામાં આવી છે. રાજ્યના CM કોનરાડ સંગમાએ લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છે.
રાજ્યના મુખ્યમંત્રીએ સ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક કરી હતી. પોલીસે અત્યાર સુધીમાં ૧૦ લોકોની ધરપકડ કરી છે. કાલે થયેલી પથ્થરબાજીમાં એસપી ઘાયલ થઇ ગયા હતા, કેટલાક પોલીસવાળા પણ ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે થેમ મેતોર વિસ્તારમાં સ્થાનિક નિવાસીઓના એક સમુહે, બસ સહાયકની કથિત મારપીટ કરી હતી, જેના બાદ માહોલ બગડ્યો હતો.
#Meghalaya: Curfew remains imposed, internet suspended in parts of #Shillong after clash broke out between two groups following escalation of an argument between a woman & a bus conductor.
— ANI (@ANI) June 2, 2018
એક અધિકારીએ જણાવ્યું કે માહોલ ત્યારે ઉગ્ર થઇ ગયો જયારે સોશિયલ મીડિયામાં અફવા ફેલાવવામાં આવી કે ઘાયલ થયેલા બસ સહાયકનું મૃત્યુ થઇ ગયું છે, જેના કારણે થેમ મેતોરમાં બસ ડ્રાઈવરોનો સમૂહ ભેગો થઇ ગયો હતો. એમને છુટ્ટા પડવા માટે ટીયર ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બસ સહાયક અને ત્રણ અન્ય ઘાયલોને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, બાદમાં તેમને રજા આપી દેવામાં આવી હતી. પૂર્વ ખસી હિલ્સ જિલ્લાના પોલીસ ઉપાયુક્ત પીએસ દકહારે જણાવ્યું કે કર્ફ્યું શુક્રવાર બપોરે ચાર વાગ્યે લગાવવામાં આવ્યો હતો.
કર્ફ્યું હોવા છતાં પણ શહેરના મોટાફ્રાન વિસ્તારમાં સુરક્ષા દળો અને સ્થાનિક લોકો વચ્ચે ફરીથી અથડામણ શરૂ થઈ જતાં માહોલ તંગ થઇ ગયો હતો. આ પછી મુખ્યમંત્રી કોનરાડ કે. સંગમાએ બપોરે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા મેળવી હતી.
ગૃહમંત્રી જેમ્સ કે સંગમા અને કેબીનેટના અન્ય વરિષ્ઠ સહયોગીઓ વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. કોનરાડ સંગમાએ જણાવ્યું કે શિલોંગમાં કાયદો અને વ્યવસ્થા પર નજર રાખવામાં આવી રહી છે અને પ્રભાવિત વિસ્તારોમાં પરિસ્થિતિને સામાન્ય બનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મોટાફ્રાનમાં સ્થિતિ તણાવપૂર્ણ બનેલી છે, જ્યાં પથ્થરબાજો અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઇ હતી. જિલ્લા વહીવટી તંત્રએ થેમ મેટોર વિસ્તાર સહિત લૂમદિયેંગજી પોલીસ મથક વિસ્તારની હેઠળ આવનારા 14 વિસ્તારોમાં કર્ફ્યું લગાવવામાં આવ્યો હતો.
