ભારતની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત સહકારી સંસ્થા IFFCOમાં આજે ડિરેક્ટરના પદને લઇ ચૂંટણી થઈ રહી છે. ગુજરાતની એક માત્ર બેઠક પર ભાજપના જ ઉમેદવારો સામસામા થતા ભાજપ વિરૂદ્ધ ભાજપનો જંગનો માહોલ જોવા મળ્યો છે. ડિરેકટરના પદને લઈને જયેશ રાદડિયા વધુ દાવેદાર માનવામાં આવતા હતા પરંતુ તેમની સામે ભાજપના અન્ય ચાર લોકોએ ઉમેદવારી ફોર્મ ભરતા મામલો વધુ ગરમાયો છે. આ ચૂંટણી વધુ ગૂંચવાડાભરી બનતા મામલો દિલ્હી પંહોચ્યો છે. સહકારી ક્ષેત્રની IFFCO કંપનીમાં કોણ ડિરેક્ટર પદ પર રહેશે તેને લઈને આજે દિલ્હીમાં ચૂંટણી પ્રક્રિયા થઈ રહી છે.
મતદારોનો દિલ્હીમાં કેમ્પ કરવામાં આવ્યો છે અને છેલ્લી ધડી સુધી ભાજપ નેતાગીરીની વગ વાપરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. રાજકોટ-સૌરાષ્ટ્રના શક્તિશાળી સહકારી નેતા જયેશ રાદડીયાનું સહકારી રાજકારણ પણ ધણા અંશે સાબિત થઇ જશે. 21 બેઠકો ધરાવતા ઇફકોના બોર્ડ માટેની મોટા ભાગની બેઠકો બિનહરીફ થઇ છે. ગુજરાતની એક માત્ર બેઠકમાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે. જણાવી દઈએ કે જયેશ રાદડિયા બે ટર્મ સુધી ઇફ્કોમાં ડાયરેક્ટર પદે રહેલા છે અને આ પદ પર યથાવત રહેવા તેમણે આ વખતે પણ ફોર્મ ભર્યું હતું. પરંતુ સહકારી ચૂંટણી પાર્ટીના ધોરણે લડવાની સી.આર.પાટીલની જાહેરાત કરાઈ હતી. જેના બાદ પાટીલ દ્વારા બીપીનભાઈ પટેલ (ગોતા)ને મેન્ડેટ આપવામાં આવ્યો છે. જો કે દિલીપ સંઘાણી પાસે ઇફકોના ચેરમેનની જવાબદારી છે.
IFFCO જયેશ રાદડીયા ઉપરાંત બિપિનભાઈ પટેલ અને પંકજ પટેલે ઉમેદવારી નોંધાવી છે. ત્રિપાંખીયા જંગના કારણે મતદારોની હાલત વધુ કફોડી બની છે. 7 ડિરેક્ટરો માટે આજે મતદાન થઈ રહ્યું છે. જ્યારે એક બેઠક માટે ભાજપનાં બે ઉમેદવારો વચ્ચે જંગ થઈ રહી છે. દિલ્લી ખાતે મતદાનની પ્રક્રિયા થઈ શરૂ ગઈ છે. અત્યાર સુધીમાં 125 સભ્યોએ મતદાન કર્યું છે. ગુજરાતના 182 મતદારો મતદાન કરશે. સાંજે 4 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે, જેના બાદ 4.30 કલાકે મતગણતરી પ્રક્રિયા શરૂ થશે. આ ચૂંટણીમાં ગુજરાત અને રાજસ્થાન સહિતના ડિરેક્ટરો ચુંટાશે. ડાયરેક્ટરના પદ માટે ભાજપ સામે ભાજપની લડાઈ થઈ રહી છે.
લોકસભા ચૂંટણી કરતા પણ આજે તમામ લોકોની નજર ઇફકો ડિરેકટરની ચૂંટણી પર છે. ઇફકોની ચૂંટણીમાં જબરજસ્ત રસાકરી જોવા મળી છે. સી.આર.પાટીલના જેના પર ચાર હાથ છે તેવા બિપિન રાવત સામે જયેશ રાદડીયાએ પણ ઝુકવાનું નામ ના લેતા દાવેદારી નોંધાવી છે.
આ પણ વાંચો:વિશ્વાસ જ ગુમાવી દેશે લોકો; બંગાળના શિક્ષક ભરતી કૌભાંડ પર બોલ્યા ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
આ પણ વાંચો:કોરોના દરેક સામે કારગર All-in-One રસી આવશે….
