Not Set/ અન્ન ક્ષેત્રો GSTથી બહાર ના થઇ શકે : ટેક્સ રીફંડ મળી શકશે

અન્ન ક્ષેત્રો પરથી જીએસટી હટાઓ છેલ્લા એક વર્ષથી આ ચર્ચા ચાલી રહી છે. પરંતુ અસલિયત એ છે કે અન્નક્ષેત્રો પાસેથી જીએસટી વસુલવામાં આવતો નથી. સાચી વાત એ છે કે ધાર્મિક સ્થળો પર ચાલતા અન્નક્ષેત્રો પર જીએસટી લગાવવામાં આવતો નથી.   જીએસટી લાગુ થયા બાદ સોશિયલ મિડિયામાં ચાલતી અફવાઓ ભ્રમ પેદા કરી રહી છે. અન્નક્ષેત્રો પાસેથી […]

Top Stories India

અન્ન ક્ષેત્રો પરથી જીએસટી હટાઓ છેલ્લા એક વર્ષથી આ ચર્ચા ચાલી રહી છે. પરંતુ અસલિયત એ છે કે અન્નક્ષેત્રો પાસેથી જીએસટી વસુલવામાં આવતો નથી. સાચી વાત એ છે કે ધાર્મિક સ્થળો પર ચાલતા અન્નક્ષેત્રો પર જીએસટી લગાવવામાં આવતો નથી.

 

જીએસટી લાગુ થયા બાદ સોશિયલ મિડિયામાં ચાલતી અફવાઓ ભ્રમ પેદા કરી રહી છે. અન્નક્ષેત્રો પાસેથી જીએસટી વસુલવામાં આવે છે આ સંભાળતા જ દિમાગમાં પહેલી તસ્વીર એ બને છે કે મફતમાં મળતા આ પ્રસાદ પર જીએસટી કેમ લેવામાં આવે છે. એક્ષ્પર્ટનું કહેવાનું છે કે અન્નક્ષેત્રો પાસેથી જીએસટી લઇ શકાતું નથી. દિલ્હી શિખ ગુરુદ્વારા પ્રબંધક કમિટીના મહાસચિવ મનજીંદર સિંહ સિરસાએ જણાવ્યું કે પ્રસાદ તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી કેટલીક સામગ્રી અને સેવાઓ પર જીએસટી લાગે છે. જેમ કે ખાંડ, શાકભાજી, તેલ, ઘી અને માખણ પર જીએસટી લેવામાં આવે છે. જોકે, ખાંડ, ઘી વગેરેનો ઉપયોગ ઘરો અને હોટેલોમાં પણ થાય છે. એટલે ધાર્મિક જગ્યાઓ માટે અલગથી જીએસટી દર નક્કી કરવાનું સંભવ નથી. જીએસટી મલ્ટી સ્ટેજ ટેક્સ હોવાથી, ઉપયોગના  આધાર પર છૂટ આપવી મુશ્કેલ છે.

જોકે, કેન્દ્ર સરકાર દ્વારા એક સ્કીમ લોન્ચ કરવામાં આવી છે, જેના આધાર પર જે સંસ્થા છેલ્લા 5 વર્ષથી રોજ 5000 થી વધારે લોકોને મફતમાં અન્ન ખવરાવી રહી છે, તે રેશનની રસીદ બતાવીને ટેક્સમાં રીફંડ મેળવી શકે છે. સિરસાએ જણાવ્યું કે સીજીએસટી સ્કીમ આવી ચુકી છે, હવે રાજ્યોએ પણ એસજીએસટી રીફંડ  કરવું જોઈએ જેથી ગુરદ્વારા, મંદિર, મસ્જીદ અને  ચર્ચ પર બોજ ના વધે.

વિદેશમાં પણ ધાર્મિક સ્થળો પાસેથી જીએસટી લેવામાં આવે છે. ત્યાં ટેક્સ ના તો માફ કરવામાં આવે છે કે ના તો રીફંડ આપવામાં આવે છે.અમેરિકાના એક ગુરુદ્વારા હેડે જણાવ્યું કે અમે લોકો પણ ટેક્સ ભરીએ છીએ. યુકે હોય કે ઓસ્ટ્રેલીયા હોય, ચર્ચ હોય કે ગુરુદ્વારા, બધાને અન્નક્ષેત્રો પર ટેક્સ ભરવો પડે છે. પરંતુ  દુનિયાભરમાં ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં ટેક્સ રીફંડની વાત કરવામાં આવી છે.

ગુરુદ્વારા હેડે કહ્યું કે અમે લોકો દેશભરમાં આનું ઉદાહરણ આપીશું. અહીની સરકારોથી પણ માંગ કરીશું કે જેવી રીતે ભારતમાં ટેક્સ રીફંડ કરવામાં આવે છે, એવું અહી પણ કરવામાં આવે. એમણે જણાવ્યુકે 70 વર્ષથી ભારતના દરેક ગુરુદ્વારા, મંદિર, મસ્જિદ અને ચર્ચ રેશન પર ટેક્સ આપે છે. પરંતુ 2007માં બાદલ સરકારે એક પ્ર્સતાવ પાસ કરીને ત્રણ તખ્ત અને  અમૃતસરમાં આવેલા દુર્ગીયાના  મંદિરના રેશન પર વસુલવામાં આવેલો ટેક્સ રીફંડ કર્યો હતો.