Not Set/ મુંબઈ સહિત ૧૨ રાજ્યોમાં ભારે વરસાદને લઇ જાહેર કરાયું એલર્ટ, UP, બિહાર અને ઝારખંડમાં વીજળી પડવાના કારણે ૫૧ના મોત

મુંબઈ, આર્થિક રાજધાની મુંબઈમાં ગુરુવારે મોનસૂનનો પ્રારંભ તોફાની વરસાદ સાથે થયો હતો. આ ભારે વરસાદના કારણે માયાનગરીના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા હતા, ત્યારે હવે એક દિવસની રાહત બાદ શનિવારે વધુ એકવાર મુંબઈમાં વરસાદે દસ્તક આપી છે. Heavy rain lashes #Mumbai leaving streets water-logged in several parts of the city. Visuals from Mahim area #Maharashtra […]

India

મુંબઈ,

આર્થિક રાજધાની મુંબઈમાં ગુરુવારે મોનસૂનનો પ્રારંભ તોફાની વરસાદ સાથે થયો હતો. આ ભારે વરસાદના કારણે માયાનગરીના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા હતા, ત્યારે હવે એક દિવસની રાહત બાદ શનિવારે વધુ એકવાર મુંબઈમાં વરસાદે દસ્તક આપી છે.

શનિવારે થયેલા વરસાદના કારણે મુંબઈના ઘણા વિસ્તારોમાં પાણી ભરાવવાના કારણે શહેરના ટ્રાફિક પર અસર પડી છે, આ ઉપરાંત માયાનગરીની લાઈફલાઈન કહેવાતી લોકલ ટ્રેન પર પણ અસર જોવા મળી રહી છે.

ભારે વરસાદ બાદ પાણી ભરાવવાના કારણે કેટલાક વિસ્તારોમાં લોકલ ટ્રેન ૧૦ થી ૧૨ મિનિટ મોડી ચાલી રહી છે. આ કારણે લોકોને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

લોકલ ટ્રેન ઉપરાંત વિમાન સેવા પર પણ અસર વર્તાઈ રહી છે. મુંબઈના છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કેટલીક ફ્લાઈટને ડાયવર્ટ કરાઈ રહી છે.

બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાકમાં મુંબઈના કોલબામાં ૩૮.૨ મિમી અને સાંતાક્રુઝમાં ૩૭ મિમી વરસાદ રેકોર્ડ થયો છે.

મુંબઈ ઉપરાંત ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, ઓડિશા અને છત્તીસગઢમાં વરસાદની એન્ટ્રી સાથે જ વીજળી પડવાના જુદી-જુદી ઘટનાઓમાં ૫૧ લોકોના મોત થયા છે.

શનિવાર સવારથી જ ઉત્તરપ્રદેશના લખનઉ સહિત હરદોઇ, મુરાદાબાદ, અમરોહા મેરઠ, સીતાપુર અને બારાબંકીમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. આ ઉપરાંત, બિહાર, ઝારખંડમાં પણ આંધી-તૂફાન આવવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

ગુજરાતમાં પણ ૧૦ અને ૧૧ જૂનના રોજ સુરત અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જયારે કેરળ, કર્ણાટકના તટીય વિસ્તારોમાં ચક્રવાતના કારણે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત શનિવારના રોજ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ, હૈદરાબાદ અને ગોવાની રાજધાની પણજીમાં પણ વરસાદ નોધાયો છે.

બીજી બાજુ બંગાળની ખાડીમાં ઉભા થયેલા દબાણના કારણે આગામી ૧૧ જૂન સુધી ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મેઘાલય અને બિહારમાં પણ ભારે વરસાદ થઇ શકે છે.