New Delhi News: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મોડી રાત્રે અનેક રાજ્યોમાં રાજ્યપાલોની નિમણૂક કરી છે. જોકે, હજુ સુધી ગુજરાત અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અંગે કોઈ નિર્ણય જાહેર કર્યો નથી. ગુજરાતના પૂર્વ IAS અધિકારી કે. કૈલાશનાથનને પુડુચેરીના LG(લેફ્ટન્ટ ગવર્નર) બનાવાયા છે. ઉપરાંત ગુજરાતના પૂર્વ પ્રભારી ઓમ પ્રકાશ માથુરને સિક્કિમના રાજ્યપાલ બનાવાયા છે.
રાષ્ટ્રપતિ ભવન દ્વારા શનિવારે રાત્રે જારી કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, આ નિમણૂકો તેઓ પોતપોતાના કાર્યાલયનો ચાર્જ સંભાળે તે તારીખથી લાગુ થશે.
રાજસ્થાનના ભાજપના ટોચના નેતા અને આસામના ગવર્નર ગુલાબચંદ કટારીયાને પંજાબનો હવાલો સોપાયો સાથે ચંદીગઢના એડમિનિસ્ટ્રેટર બનાવાયા છે. ઝારખંડના ગવર્નર સી. પી.રાધાકૃષ્ણ મહારાષ્ટ્રના નવા ગવર્નર બન્યા છે. સિક્કિમના ગવર્નર લક્ષ્મણ પ્રસાદ આચાર્યની આસામના ગવર્નર તરીકે નિમણૂક, મણીપુરનો વધારાનો હવાલો પણ સોપાયો છે.
હરિભાઉ કિશનરાવ બોગડેને રાજસ્થાનનાં ગવર્નર બનાવાયા છે. જીષ્ણુદેવ વર્માને તેલંગણાના ગવર્નર બનાવાયા છે. સંતોષકુમાર ગંગવારને ઝારખંડનાં ગવર્નર બનાવાયા છે. રેમન દેકાને છત્તીસગઢનાં ગવર્નર બનાવાયા છે. સી.એચ. વિજયશંકરને મેઘાલયના ગવર્નર બનાવાયા છે.
આ પણ વાંચો:આજે નીતિ આયોગની 9મી બેઠક, વિરોધ પક્ષના ઘણા મુખ્યમંત્રીઓ ભાગ નહીં લે
આ પણ વાંચો:ઉત્તરાખંડ સરકારે કાવડ યાત્રા દરમિયાન મસ્જિદોની બહાર પડદા લગાવ્યા
આ પણ વાંચો:મમતા બેનર્જીએ આયોજન પંચની તરફેણ કરી, નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે
