Uttarakhand News : 22મી જુલાઈથીકાવડ યાત્રા શરૂ થઈ છે. જે બાદ અત્યાર સુધી લાખો શિવભક્ત કંવરિયાઓ હરિદ્વાર પહોંચ્યા અને ગંગા જળ ભર્યું. આ દરમિયાન હરિદ્વારથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તમને જણાવી દઈએ કે કંવર યાત્રા દરમિયાન હરિદ્વારથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઢાબા અને હોટલોની બહાર નેમપ્લેટના વિવાદ બાદ વધુ એક મામલાએ જોર પકડ્યું છે. કાવડ માર્ગ પર આવતી મસ્જિદોને પડદાથી ઢાંકી દેવામાં આવી છે. ઉત્તરાખંડ સરકારના આદેશ બાદ જ મસ્જિદોની બહાર પડદા લગાવવામાં આવ્યા છે.
મસ્જિદોની બહાર પડદા લગાવવામાં આવ્યા બાદ મુસ્લિમ સમુદાયના લોકોમાં ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. ગ્રામજનોનું કહેવું છે કે તેઓ વર્ષોથી હરિદ્વારમાં કાવડ યાત્રા નિહાળી રહ્યા છે. પરંતુ આ પ્રકારની ઘટના પ્રથમવાર સામે આવી છે. આ મામલાને લઈને કેબિનેટ મંત્રી સતપાલ મહારાજનું કહેવું છે કે કાવડ યાત્રા દરમિયાન વાતાવરણ બગડે નહીં તે માટે મસ્જિદોને પડદાથી ઢાંકી દેવામાં આવી છે
આ પણ વાંચો:રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલનું હવે રિપબ્લિક પેવેલિયન, અશોક હોલનું નામ બદલાયું