યમુના એકપ્રેસ પર ખુબ જ ભયંકર અકસ્માત થયો હતો. મોડી રાત્રે નોઇડા તરફથી આવી રહેલું ડીઝલથી ભરેલું ટેન્કર બેકાબુ બન્યું હતું જે ડીવાઈડર તોડી ઈનોવા કાર પર પલટ્યું હતું. આ ગંભીર અકસ્માતમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે ઈનોવા કારના ચીથરે ચિથરા ઉડી ગયા હતા. ઘટનાની જાણકારી મળતા પોલીસ, એક્સપ્રેસવે કર્મી અને બચાવ દળ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા અને રેસ્ક્યુ ઓપરેશન બાદ રસ્તા ચાલુ કર્યું હતો. ત્યારે બીજી તરફ પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમમાં મોકલ્યા હતા.
Political / પક્ષપલ્ટાએ બે વર્ષમાં ત્રીજી કોંગ્રેસી સરકારનો ભોગ લીધો
આ અકસ્માતમાં ઈનોવામાં સવાર સફીદોં જીંદ ગામના નિવાસી અભય, હિમાદ્રિ, મનોજ, બબિતા, કોમલ, કલ્લૂ, અને ડ્રાઈવર રાકેશ આ તમામના મોત નીપજ્યા હતા. ડીએમ નવનીત ચહલ અને એસએસરપી ગ્રોવર પણ સ્થળ પર પહોંચી ગયા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું શરુ કરી દીધુ. એસએસપી એ એમ પણ જણાવ્યું કે ટેંકરમાં ડીઝલ હતુ અને રોડ પર ફેલાઈ ગયું છે. આ કારણે રિફાયનરીની સેફ્ટી યૂનિટ તથા ફાયર સ્થળ પર સાવચેતીપૂર્વક કાર્ય કરી રહી છે જેથી કોઈ મોટી ઘટના ન ઘટે.
Political / કોંગ્રેસની નાલેશી ભરી હાર બાદ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના ભાઈએ ભાજપનો ભગવો ધારણ કર્યો…
Accident / ગોલ્ફ કોર્સમાં પાછા ફરવા માંગતા ટાઇગર વુડ્સની કારનો ભયાનક અકસ્માત, પગમાં અનેક ફ્રેક્ચર
