Not Set/ સ્કુલ ફીના વધારા બાદ, વાલીઓને સ્ટેશનરીમાં પડશે જીએસટી નો માર 

સ્કુલ બેગ, પુસ્તકો, બુટ, પેન-પેન્સિલ વગેરે જેવી ચીજો પર જીએસટી ની અસર દેખાઈ રહી છે, જેના કારણે કિંમતોમાં વધારો જોવા મળ્યો છે. વિદ્યાર્થીઓનો વાર્ષિક અભ્યાસક્રમ પૂરો થયા બાદ, નવા અભ્યાસક્રમોના સત્રો શરુ થઇ રહ્યા છે. એવામાં માતા-પિતા પોતાના સંતાન માટે સ્ટેશનરી પરથી અભ્યાસલક્ષી નવા સાજો–સમાનની ખરીદી કરતા હોય છે. ત્યારે સમાચાર આવી રહ્યા છે કે […]

Top Stories Gujarat

સ્કુલ બેગ, પુસ્તકો, બુટ, પેન-પેન્સિલ વગેરે જેવી ચીજો પર જીએસટી ની અસર દેખાઈ રહી છે, જેના કારણે કિંમતોમાં વધારો જોવા મળ્યો છે.

વિદ્યાર્થીઓનો વાર્ષિક અભ્યાસક્રમ પૂરો થયા બાદ, નવા અભ્યાસક્રમોના સત્રો શરુ થઇ રહ્યા છે. એવામાં માતા-પિતા પોતાના સંતાન માટે સ્ટેશનરી પરથી અભ્યાસલક્ષી નવા સાજો–સમાનની ખરીદી કરતા હોય છે.

ત્યારે સમાચાર આવી રહ્યા છે કે જીએસટી લાદવા બાદ આ સામાનો 15 ટકા જેટલા મોંઘા બની ગયા છે. જયારે સ્કુલ યુનિફોર્મના કાપડની કિંમતો પર ધ્યાન દોરવામાં આવે તો તેમાં 12 થી 20 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે.

આથી જીએસટી ના કારણે એક વિદ્યાર્થી પર 16.56 ટકા જેટલો કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે. દિનપ્રતિદિન શિક્ષણમાં મોંઘવારી વધતી જાય છે, એવામાં હવે જીએસટી ના કારણે શિક્ષાના સામનો પર પણ મોંઘવારીની અસર જોવા મળી રહી છે.