Not Set/ કલેકટર કચેરી ખાતે પાટીદારોના આમરણાંત ઉપવાસ, હાર્દિક પટેલ, લાલજી પટેલ હાજર રહે તેવી શક્યતા

પાટીદાર આંદોલન વખતે પોલીસ ફાયરિંગમાં માર્યા ગયેલા પાટીદાર યુવકોને ન્યાય મળે તે માટે પાલનપુરની કલેક્ટર કચેરી આગળ પાટીદાર સમાજના લોકો આમરણાંત ઉપવાસ ઉપર બેઠા છે. અનામતની માંગ સાથે પાટીદાર સમાજ વર્ષોથી આંદોલન કરી રહ્યો છે ત્યારે ગુજરાતમાં થયેલ પાટીદાર આંદોલન વખતે ગુજરાતમાં 14 યુવાનો શહીદ થયા હતા. બનાસકાંઠાના ગઢના 2 યુવાનોના પોલીસ ફાયરિંગમાં મોત નિપજ્યા […]

Top Stories Gujarat Trending

પાટીદાર આંદોલન વખતે પોલીસ ફાયરિંગમાં માર્યા ગયેલા પાટીદાર યુવકોને ન્યાય મળે તે માટે પાલનપુરની કલેક્ટર કચેરી આગળ પાટીદાર સમાજના લોકો આમરણાંત ઉપવાસ ઉપર બેઠા છે.

અનામતની માંગ સાથે પાટીદાર સમાજ વર્ષોથી આંદોલન કરી રહ્યો છે ત્યારે ગુજરાતમાં થયેલ પાટીદાર આંદોલન વખતે ગુજરાતમાં 14 યુવાનો શહીદ થયા હતા.

બનાસકાંઠાના ગઢના 2 યુવાનોના પોલીસ ફાયરિંગમાં મોત નિપજ્યા હતા. જોકે પાટીદાર સમાજના દબાણ બાદ ફાયરિંગ કરનાર પોલીસ અધિકારીઓ ઉપર ફરિયાદ દાખલ થઈ હતી. પરંતુ હજુ સુધી તેમના ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.

પાટીદાર નેતા દિનેશ બાંભણીયાએ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે એક જનરલ ડાયરના ઈશારે પાટીદારો ઉપર દમન ગુજાર્યું છે અમે ન્યાય માંગીએ છીએ અમને ન્યાય નહિ મળે તો અમે હજુ પણ ઉગ્ર આંદોલન કરીશું.

જેથી મૃતક યુવકોને ન્યાય મળે તે માટે આજે પાલનપુર કલેક્ટર કચેરી આગળ પાટીદાર સમાજના લોકો આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા છે. જેમાં PAAS કન્વીનર હાર્દિક પટેલ અને SPG નેતા લાલજી પટેલ ઉપસ્થિત રહેશે તેવી શક્યતાઓ છે.