દહેરાદુન,
આજે ભારત સહિત દુનિયામાં ઇન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી થઇ રહી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઉત્તરાખંડના દેહરાદૂનના એફઆરઆઇ કેમ્પસમાં અંદાજે 50 હજાર લોકો સાથે યોગ કર્યા હતા.ચોથા ઇન્ટરનેશનલ યોગ દિવસે પીએમ મોદી સવારે 6.30 વાગ્યે દહેરાદુન પહોંચી ગયા હતા અને હજારો લોકો સાથે યોગાભ્યાસમાં ભાગ લીધો હતો.
યોગ કરતાં પહેલાં પ્રધાનમંત્રીએ લોકોને સંબોધિત કરતાં કહ્યું કે જ્યારે તોડવાવાળી તાકાતો હાવી થઇ જાય છે ત્યારે સમાજમાં દિવાલો ઉભી થઇ જાય છે, પરિવારોમાં કંકાસ વધે છે અને જીવનમાં તણાવ વધે છે.આવા સમયે યોગ શરીર અને સમાજને જોડવાનું કામ કરે છે.
પીએમ મોદીએ કહ્યું કે આજની ભાગદોડવાળી જીંદગીમાં યોગ વ્યક્તિના જીવનમાં શાંતિનો અનુભવ કરાવે છે.વ્યક્તિને પરિવાર સાથે જોડીને શાંતિ સ્થાપિત કરે છે.આજે સમગ્ર દુનિયામાં એવો માહોલ છે કે દરેક લોકો યોગ કરવા ઇચ્છે છે.
Watch LIVE
#WATCH: PM Modi leads #InternationalYogaDay2018 celebrations at Forest Research Institute in Dehradun, Uttarakhand. https://t.co/Egy1o14OBD
— ANI (@ANI) June 21, 2018
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના દેહરાદૂનના એફઆરઆઇ કેમ્પસમાં અંદાજે 50 હજાર લોકો સાથે યોગ કર્યા
On the fourth edition of International Yoga Day, Prime Minister Narendra Modi asserted that yoga has become one of the unifying forces of the world
Read @ANI Story | https://t.co/mrJxJ9iBIF pic.twitter.com/6KdMj8UaTp
— ANI Digital (@ani_digital) June 21, 2018
અરૂણાચલપ્રદેશમાં ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલિસના જવાનોએ લોહિતપુરની દિગારૂ નદીમાં રીવર યોગા કર્યા હતા.
Arunachal Pradesh: Indo Tibetan Border Police jawans perform 'River Yoga' in Digaru river, in Lohitpur #InternationalYogaDay2018 pic.twitter.com/zlhIj2CvtL
— ANI (@ANI) June 21, 2018
ઇન્ડો તિબેટીન બોર્ડર પોલિસે લડાખમાં 18,000 ફુટ પર કડકડતી ઠંડીમાં સુર્ય નમસ્કાર કર્યા હતા.
#WATCH Indo-Tibetan Border Police personnel perform Surya Namaskar in cold desert of Ladakh at an altitude of 18,000 feet pic.twitter.com/ky3PmJUm0G
— ANI (@ANI) June 21, 2018
