Not Set/ અમદાવાદ: એસ.જી હાઇવે પર હીટ એન્ડ રનની ઘટના, બસ ચાલક ઘટના સ્થળેથી થયો ફરાર

અમદાવાદ, અમદાવાદના એસજી હાઇવે પર ગુજરાત હાઇકોર્ટ પાસે હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ બસ અને એકટીવા વચ્ચે અકસ્માત સર્જાયુ હતુ. ત્યારે એક્ટિવા ચાલક યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જાયા બાદ બસ ચાલક ઘટનાસ્થળેથી બસ હંકારી ફરાર થઈ ગયો હતો. હાલ સોલા પોલીસે ઘટના અંગે હીટ એન્ડ […]

Top Stories Ahmedabad Trending Videos

અમદાવાદ,

અમદાવાદના એસજી હાઇવે પર ગુજરાત હાઇકોર્ટ પાસે હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ બસ અને એકટીવા વચ્ચે અકસ્માત સર્જાયુ હતુ. ત્યારે એક્ટિવા ચાલક યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

અકસ્માત સર્જાયા બાદ બસ ચાલક ઘટનાસ્થળેથી બસ હંકારી ફરાર થઈ ગયો હતો. હાલ સોલા પોલીસે ઘટના અંગે હીટ એન્ડ રનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે બસ ચાલકની બેદરકારીને લીધે અકસ્માત સર્જાયો હતો. ત્યારે આ મામલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે..