Not Set/ દબંગ 3માં સલમાન ખાન સામે હશે આ વિલન: જાણો અહી

મુંબઈ, દબંગ સિરીઝની ત્રીજી ફિલ્મની તૈયારીઓ ચાલી રહી છે.નિર્માતા અરબાઝ ખાન કલાકારોના લૂક ટેસ્ટમાં લાગેલા છે. સલમાન ખાન અને સોનાક્ષી સિન્હા દબંગ 3 માં જોવા મળશે અને અન્ય કલાકારોની પસંદગી કરવામાં આવી રહી છે. સૌથી મહત્વનું છે કે, વિલનનું કિરદાર કોણ નિભાવશે કારણકે દબંગ સીરીઝમાં વિલનનો રોલ મહત્વપૂર્ણ હોય છે. દબંગમાં સોનું સુદે છેદીસિંહ બનીને ખલનાયકી […]

Trending Entertainment

મુંબઈ,

દબંગ સિરીઝની ત્રીજી ફિલ્મની તૈયારીઓ ચાલી રહી છે.નિર્માતા અરબાઝ ખાન કલાકારોના લૂક ટેસ્ટમાં લાગેલા છે. સલમાન ખાન અને સોનાક્ષી સિન્હા દબંગ 3 માં જોવા મળશે અને અન્ય કલાકારોની પસંદગી કરવામાં આવી રહી છે.

સૌથી મહત્વનું છે કે, વિલનનું કિરદાર કોણ નિભાવશે કારણકે દબંગ સીરીઝમાં વિલનનો રોલ મહત્વપૂર્ણ હોય છે. દબંગમાં સોનું સુદે છેદીસિંહ બનીને ખલનાયકી દર્શાવી હતી.

દબંગ 2 માં ઠાકુર બચ્ચા સિંહના રૂપમાં પ્રકાશ રાજ જોવા મળ્યા હતા, જે ચુલબુલ પાંડે સામે મુસીબતો ઉભી કરે છે.

દબંગ 3 માટે સાકીબ સલીમનું નામ વિલન રૂપે સામે આવી રહ્યું છે. સાકીબ હાલમાં સલમાન ખાનની ફિલ્મ રેસ-3માં જોવા મળ્યા હતા. રેસ-3 જેવી મોટી ફિલ્મના કારણે હવે સાકીબને મોટા રોલ મળવા લાગ્યા છે.

સુત્રોનું કહેવાનું છે કે, સાકીબથી સલમાન ખાન ખાસ્સા પ્રભાવિત છે. તેઓ ઈચ્છે છે કે ફિલ્મમાં યુવા વિલન હોય અને એટલા માટે એમણે સાકીબના નામની રજૂઆત કરી હતી.