Not Set/ બ્રાઝીલ Vs. કોસ્ટા રિકા, બ્રાઝીલે કોસ્ટા રિકાને 2-0 થી હરાવ્યું

મોસ્કો ફિફા (FIFA) વિશ્વ કપ 2018 ગ્રુપ ‘ઇ’માં બ્રાઝિલે કોસ્ટા રિકાનો મેચ સૈન્ટ પીટ્સબર્ગમાં થયો હતો જેમાં બ્રાઝીલે  કોસતા રિકાને 2-0 થી હરાવી દીધું છે.     બંને ટીમો સુનિશ્ચિત 90 મિનિટમાં કોઈ ગોલ કરી શક્યા નહોતા. બંને ગોલ ઇન્જરી ટાઈમમાં થયા હતા. પ્રથમ ગોલ (90 + 1) મિનીટ પર અને સેકન્ડ (90 + 7) મિનિટમાં […]

Sports

મોસ્કો

ફિફા (FIFA) વિશ્વ કપ 2018 ગ્રુપ ‘ઇ’માં બ્રાઝિલે કોસ્ટા રિકાનો મેચ સૈન્ટ પીટ્સબર્ગમાં થયો હતો જેમાં બ્રાઝીલે  કોસતા રિકાને 2-0 થી હરાવી દીધું છે.

 

 

બંને ટીમો સુનિશ્ચિત 90 મિનિટમાં કોઈ ગોલ કરી શક્યા નહોતા. બંને ગોલ ઇન્જરી ટાઈમમાં થયા હતા. પ્રથમ ગોલ (90 + 1) મિનીટ પર અને સેકન્ડ (90 + 7) મિનિટમાં ફિલિપ કોટીનીયોએ 90 + 1 મિનિટમાં બ્રાઝીલ માટે એક ગોલ સ્કોર કર્યો હતો. આ પછી જ્યારે નેમરે તેની ટીમને 2-0 થી જીતનો અંતિમ ગોલ કર્યો. આ વિશ્વ કપમાં બ્રાઝિલની આ પ્રથમ જીત છે.

બ્રાઝિલ અને કોસ્ટા રિકા વચ્ચે હાફ ટાઈમ સુધી સ્કોર 0-0 હતો. બંને ટીમોના આ જૂથ “ઇ” માં બીજો મેચ હતો. પ્રથમ હાફમાં કોસ્ટા રિકાનો ડીફેન્સ ખૂબ મજબૂત રહ્યો હતો. બ્રાઝિલ માટે આ ડીફેન્સ તોડી પાડવો ખૂબ જ મુશ્કેલ હતો. બ્રાઝિલના સ્ટાર ફૂટબોલ પ્લેયર નેમાર માટે આ વખતે ઘણી તકલીફ હતી. નેમારને છેલ્લી પાંચ મિનિટનાં અંતરાલોમાં ત્રણ વખત ફાઉલ  ઠેરવવામાં આવ્યો હતો. જયારે નેમારે સ્વિટ્ઝર્લૅન્ડ સામેની મેચમાં 10 વખત ફાઉલ થયો હતો. આ મેચ 1-1 થી બરાબર રહ્યો હતો.

બ્રાઝિલીયન સ્ટ્રાઈકર ગેબ્રિયલ જીસસના એક ગોલને  ઓફસાઈડ હોવાના કારણે ડીસ્કોલીફાય કરી દેવામાં આવ્યો હતો. તે જ સમયે કોસ્ટા રિકાને પણ સ્કોર કરવાની તક મળી હતી.  જ્યારે સેલસો બોર્જસનો એક શોટ ગોલપોસ્ટ બહાર ચાલ્યો ગયો હતો.

આપને જણાવી દઈએ કે કોસ્ટા રિકા 2014 ફીફા વર્લ્ડ કપમાં ક્વાર્ટર ફાઇનલ્સમાં પહોંચ્યુ હતું. પરંતુ ફીફા 2018 વર્લ્ડ કપમનાં પ્રથમ મેચમાં સર્બિયા સામે 0-1 થી હારવું પડ્યું હતું.