,
UAEમાં રમાઈ રહેલા એશિયા કપ સુપર ૪માં રવિવારે પાકિસ્તાન સામે રમાયેલા મુકાબલામાં ભારતીય ટીમનો ૯ વિકેટે એક તરફી વિજય હાંસલ કર્યો છે. આ જીત સાથે જ ભારતે પાકિસ્તાનની ટીમને આ ટુર્નામેન્ટમાં સતત બીજીવાર હારનો સ્વાદ ચખાડ્યો છે.
બીજી બાજુ પાકિસ્તાન સામે ૯ વિકેટે જીત મેવવવાની સાથે જ ભારતે એશિયા કપમાં પોતાનો વિજયરથ ચાલુ રાખ્યો છે અને ૧૦મી વખત ફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું છે.
આ પહેલાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમે ૭ વિકેટના નુકશાને ૨૩૭ રન બનાવ્યા છે અને ભારતીય ટીમને ૨૩૮ રનનો ટાર્ગેટ આપ્યો હતો.

પાકિસ્તાન દ્વારા આપવામાં આવેલા ૨૩૮ રનના ટાર્ગેટ સામે ભારતીય ટીમે ૨૦૮ રન બનાવી લીધા છે. ઓપનર બેટ્સમેન શિખર ધવને પોતાના વન-ડે કેરિયરની ૧૫મી સદી ફટકારતા હાલમાં ૧૧૪ રન બનાવી રન આઉટ થયો હતો, જયારે કેપ્ટન રોહિત શર્માએ ૧૯મી સદી ફટકારતા અણનમ ૧૧૧ રન બનાવ્યા હતા.
જો કે આ ઇનિંગ્સ દરમિયાન ભારતીય ટીમ તરફથી ધવન અને રોહિત શર્માની જોડીએ પ્રથમ વિકેટ માટે પાકિસ્તાન સામે સૌથી વધુ ૨૧૦ રનની ભાગીદારી બનાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.

બીજી બાજુ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા આ ઇનિંગ્સ દરમિયાન પોતાના વન-ડે કેરિયરના ૭૦૦૦ રન પૂર્ણ કર્યા છે.
આ પહેલા પાકિસ્તાને નિર્ધારિત ૫૦ ઓવરમાં ૨૩૭ રન બનાવ્યા હતા. ઓપનર બેટ્સમેન ઈમામ ઉલ હક ૧૦ રન બનાવી સ્પિન બોલર યુજ્વેન્દ્ર ચહલનો પ્રથમ શિકાર બન્યો હતો, જયારે ફખર ઝમાન ૩૧ રન અને બાબર આઝમ ૯ રન બનાવી પેવેલિયનમાં પાછા ફર્યા હતા.
Pakistan finish their innings on 237/7 with @realshoaibmalik top-scoring with 78.
Will India chase it down? #PAKvIND
FOLLOW LIVE👇👇https://t.co/0SqS4ClLWD pic.twitter.com/5MwnoG363o
— ICC (@ICC) September 23, 2018
જો કે ત્યારબાદ પાકિસ્તા ટીમના કેપ્ટન સરફરાઝ અને મિડલ ઓર્ડર બેટ્સમેન શોએબ મલિકે ચોથી વિકેટે ૧૦૭ રનની પાર્ટનરશિપ નોંધાવી હતી. સરફરાઝે ૪૪ રન જ્યારે શોએબ મલિકે સૌથી વધુ ૭૮ રન બનાવ્યા હતા.

જયારે ભારતીય ટીમ તરફથી સ્પિન બોલર યુજ્વેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ તેમજ બુમરાહે ૨-૨ વિકેટ ઝડપી હતી.
વર્તમાન ચેમ્પિયન ભારતીય ટીમે અત્યારસુધીમાં એશિયા કપની ૯ ફાઈનલ મેચમાંથી ૬માં જીત મેળવી છે અને ૩ મેચમાં તેઓને હારનો સામનો કરવો પડ્યો છે. નોધનીય છે કે, ભારતે ૨૦૧૬માં ટી-૨૦ ફોર્મેટમાં એશિયા કપનો ખિતાબ જીત્યો હતો.
બીજી બાજુ એક દાયકા જેટલા સમય બાદ આ પ્રથમવાર બની રહ્યું છે, જયારે ભારતીય ટીમ અને પાકિસ્તાન એશિયા કપમાં બીજીવાર એકબીજા સામે મેચ રમી રહ્યા છે.
