Amravati news/ આંધ્ર પ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ, 20 લોકોના મોત અને 6 ઘાયલ

Andhra Pradeshના કાકીનાડામાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ થતાં 18 લોકોના મોત થયા છે. ધડાકો એટલો તેજ હતો કે 5 કિમી દૂર સુધી અવાજ સંભળાયો. જાણો વિગત.

Top Stories NATIONAL India
Andhra Pradesh Firecracker Factory Blast

Andhra Pradesh Firecracker Factory Blast: આંધ્ર પ્રદેશના કાકીનાડા જિલ્લામાંથી શનિવારે બપોરે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીંના વેટલાપલેમ ગામમાં આવેલી ફટાકડા બનાવતી એક યુનિટમાં અચાનક પ્રચંડ વિસ્ફોટ થતાં 20  લોકોના કરૂણ મોત નિપજ્યા છે. આ દુર્ઘટનામાં 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

ધડાકો એટલો તેજ હતો કે ધરતી ધ્રુજી ઉઠી

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, બપોરે 2 વાગ્યાના સુમારે આ બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટની તીવ્રતા એટલી ભયાનક હતી કે તેનો અવાજ 5 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. અવાજ સાંભળીને આસપાસના ગામલોકો ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ પોતાની રીતે જ ઘાયલોને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી શરૂ કરી દીધી હતી.

Andhra Pradesh: ફેક્ટરીમાં 20 થી વધુ લોકો કામ કરતા હતા

પ્રાથમિક માહિતી મુજબ, જ્યારે આ દુર્ઘટના બની ત્યારે યુનિટમાં 20 થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. અચાનક થયેલા ધડાકાને કારણે કામદારોને ભાગવાનો પણ મોકો મળ્યો ન હતો. આગ અને કાટમાળ વચ્ચે ફસાયેલા લોકોની ચીિયારીઓથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા

રાજ્યના ગૃહ મંત્રી વંગાલપુડી અનિતાએ આશંકા વ્યક્ત કરી છે કે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે, કારણ કે હોસ્પિટલમાં દાખલ કરાયેલા ઘાયલોની હાલત અત્યંત નાજુક છે. મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ આ ઘટના પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે તાત્કાલિક અસરથી સંબંધિત મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી અને પરિસ્થિતિની દેખરેખ રાખવા આદેશ આપ્યા છે.


આ પણ વાંચો: આંધ્ર પ્રદેશના ગ્રેનાઈટની ખાણમાં દુર્ઘટના: 6 શ્રમિકોના મોત, 10 ઈજાગ્રસ્ત

આ પણ વાંચો: વલસાડના ઉમરગામમાં થયો ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, દ્રશ્યો CCTVમાં કેદ

આ પણ વાંચો: સ્વિટ્ઝર્લૅન્ડના ક્રેન્સ-મોન્ટાનામાં બાર બ્લાસ્ટ, ઘણા લોકોનાં મોત, અનેક ઘાયલ