બિજિંગ,
પોતાની નવી નવી ટેકનોલોજીને લઈ હંમેશા ચર્ચામાં રહેતા ચીને ફરી એકવાર દુનિયાને ચોંકાવી છે. આ વખતે ચીને એક કબુતર આકારનુ ડ્રેન તૈયાર કર્યુ છે. આ ડ્રોનની મદદથી ચીન સરહદો પર દુશ્મનોની હરકત પર નજર રાખશે એટલુ જ નહીં દેશમાં પોતાના નાગરીકોની સુરક્ષા માટે પણ ડ્રોનનો ઉપયોગ કરી શકાશે.
સાઉથ ચાઈના પોસ્ટના રિપોર્ટ મુજબ, ચીને કબૂતર આકારનુ એક ડ્રોન બનાવ્યુ છે. આ ડ્રોન પક્ષીઓની ૯૦ ટકા નકલથી બનાવવામાં આવ્યુ છે. આ ડ્રોનની ડિઝાઈન એવી રીતે તૈયાર કરવામાં આવી છે જેને પહેલી નજરે જાતા જ પક્ષી જેવુ જ દેખાશે.
રિપોર્ટમાં જણાવ્યા મુજબ, આ ડ્રોનની પાંખને ખાસ રીતે ડીઝાઈન કરવામાં આવી છે. આ ડ્રોન ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉડે છે. તેથી તેના પર કોઈને શંકા પણ થઈ શકે નહીં.
આ ડ્રોનને પક્ષીઓની ૯૦ ટકા નકલ કરીને બનાવવામાં આવ્યુ છે. ચીન આ ડ્રોનનો ઉપયોગ તેમના નાગરિકો પર નજર રાખવા માટે કરી રહ્યુ છે. હાલ આ ટેકનોલોજીનો ઉપયોગ વિવિધ પાંચ વિસ્તારોમાં કરવામાં આવી રહ્યો છે.
સુત્રોના જણાવ્યા મુજબ, હાલ આ ડ્રોન શિનજિયાંગના વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યુ છે. અહીં ચીનની સીમા પાકિસ્તાન, રશિયા અને ભારત સહિત અલગ અલગ ૮ દેશો સાથે જાડાયેલી છે. શિનજિયાંગ વિસ્તારમાં જ ભારત અને ચીન વચ્ચે વિવાદાસ્પદ અક્સાઈ વિસ્તાર આવેલો છે.
મહત્વનુ છે કે આ ડ્રોન બનાવનાર ટીમે તેનો ઉપયોગ શરુ કરતા પહેલા તેનુ ૨ હજાર વખત પરીક્ષણ કર્યુ હતું. આ ડ્રોન બનાવવામાં ૧૦૫ અબજ રુપિયા જેટલો ખર્ચ થયો છે.
