Not Set/ અમેરિકા: અખબારની ઓફિસમાં અંધાધુધ ફાયરીંગમાં 5ના મોત

મેરીલેન્ડ અમેરિકાના મેરીલેન્ડ શહેરના એક બિલ્ડિંગમાં કરાયેલા ગોળીબારમાં પાંચ લોકોનાં મોત થયાં છે, જ્યારે 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જે  બિલ્ડિંગમાં ગોળીબાર થયો ત્યાં એનાપોલિસથી પ્રકાશિત થતા અખબાર કેપિટલ ગેજેટની ઓફિસ પણ છે. ગોળીબાર આ જ ઓફિસમાં કરવામાં આવ્યો હતો. આ ઐતિહાસિક શહેર વૉશિંગ્ટનથી પશ્ચિમ તરફ એક કલાકના અંતરે આવેલું છે. જે […]

Top Stories

મેરીલેન્ડ

અમેરિકાના મેરીલેન્ડ શહેરના એક બિલ્ડિંગમાં કરાયેલા ગોળીબારમાં પાંચ લોકોનાં મોત થયાં છે, જ્યારે 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જે  બિલ્ડિંગમાં ગોળીબાર થયો ત્યાં એનાપોલિસથી પ્રકાશિત થતા અખબાર કેપિટલ ગેજેટની ઓફિસ પણ છે. ગોળીબાર આ જ ઓફિસમાં કરવામાં આવ્યો હતો. આ ઐતિહાસિક શહેર વૉશિંગ્ટનથી પશ્ચિમ તરફ એક કલાકના અંતરે આવેલું છે.

જે વ્યક્તિએ આ ફાયરીંગ કર્યું છે તેની ઓળખ જેરોડ વોરેન રામોસ તરીકે થઇ છે અને તેની અટકાયત કરવામાં આવી છે.

કેપિટલ ગેજેટમાં કોર્ટ અને ક્રાઇમ બીટ સંભાળતા રિપોર્ટર ફિલ ડેવિસે ટ્વીટ કર્યું છે કે, ‘એક બંદૂકધારીએ કાચના દરવાજાની બીજી તરફથી ઘણા કર્મચારીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, તેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે.

ડેવિસે આગળ લખ્યું છે કે, આનાથી ભયાનક બીજું કશું ન હોઈ શકે, જ્યારે તમે ડેસ્કની નીચે હોવ, તમારા લોકોને ગોળીઓ વાગતી હોય અને બંદૂકધારી દ્વારા રિલોડ કરવાના અવાજ સંભળાતા હોય.

સીબીએસ ન્યૂઝે કેટલાક સૂત્રોના હવાલાથી કહ્યું છે કે, આ ગોળીબારમાં લગભગ પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે. ન્યૂઝ પેપરની ઓફિસ એનાપોલિસની ચાર માળની ઇમારતમાં આવેલી છે. એનાપોલિસ અમેરિકન રાજ્ય મેરીલેન્ડની રાજધાની છે. વ્હાઇટ હાઉસનું કહેવું છે કે, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આ ઘટનાની જાણકારી આપવામાં આવી છે.

એવી જાણકારી મળી રહી છે કે ગોળીબાર કરનાર 38 વર્ષના જેરોડ વોરેનને અખબાર કેપીટલ ગેઝેટ સાથે ઘણાં સમયથી મગજમારી ચાલી રહી હતી.  જેરોડે કેપીટલ ગેઝેટ અને તેના એક પત્રકાર પર કોર્ટમાં 2012માં બદનક્ષીનો દાવો પણ કર્યો હતો.