નવી દિલ્હી,
કર્ણાટક ચુંટણીના સમયે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક ચુંટણી સભામાં જણાવ્યુ હતું કે, તે ચુંટણી પૂર્ણ થયા બાદ ચાલુ વર્ષે કૈલાશ માનસરોવરની યાત્રા પર જવા ઇચ્છે છે. પરંતુ લાગી રહ્યુ છે કે રાહુલ ગાંધીની માનસરોવર યાત્રા શક્ય બને તેવું લાગતું નથી.
કોંગ્રેસ અધ્યક્ષની માનસરોવર યાત્રા સંબંધમાં તેમની પાર્ટીના આરોપો વચ્ચે વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યુ છે કે, રાહુલ ગાંધી તરફથી માનસરોવર યાત્રાને લઈને અત્યાર સુધી કોઈ ઔપચારીક અરજી પ્રાપ્ત થઈ નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે આ અંગે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યુ કે, અમારી એવી કોઇ ઈચ્છા નથી કે અમે કોઈની માનસરોવર યાત્રાના માર્ગમાં અડચણ ઉભુ કરીએ. અત્યાર સુધી પીપલ્સ રીપબ્લીક ઓફ ચાઈના અંતર્ગત તિબ્બેટ સ્વાયત્ત ક્ષેત્રમાં માનસરોવર યાત્રાને લઈને રાહુલ ગાંધી દ્વારા કોઈ ઔપચારીક અરજી મળી નથી.
વિદેશ મંત્રાલય તરફથી જણાવાયુ છે કે, માનસરોવરની યાત્રા બે રીતે થઈ શકે છે. જેમાં પ્રથમ વિદેશ મંત્રાલય આયોજિત કરે છે, આ માટે રજિસ્ટ્રેશન કરાવવુ ફરજીયાત છે. એક લોટરી પ્રણાલી હોય છે અને પારદર્શી પદ્ધતિથી પસંદગી થાય છે. રવીશ કુમારે જણાવ્યુ કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તરફથી કોઈ રજિસ્ટ્રેશન કરાવાયુ નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યુ કે, બીજી રીત ખાનગી ઓપરેટરોના માધ્યમથી માનસરોવર યાત્રા કરી શકાય છે, જે નેપાળના રસ્તાથી શક્ય બને છે અને આ માટે ચીન પાસેથી વીઝા લેવા ફરજીયાત છે
