મુંબઇ,
ભારતની ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પત્નિએ તેના જુના મોડલીંગના જુના વ્યવસાય તરફ પરત ફરવાનું નક્કી કર્યું છે.ક્રિકેટર પતિ મોહમ્મદ શમી સાથે ઘરેલું ઝગડાઓ થયાં બાદ હવે 4 વર્ષ પછી હસીન જહાં એક વાર ફરી મોડલિંગની દુનિયામાં પરત ફરી છે. લગ્ન બાદ શમીનાં કહેવા પર હસીન જહાંએ મોડલિંગની દુનિયાને વિદાય આપી દીધી હતી.
પતિથી છુટા પડ્યાં બાદ હસીન જહાંએ ફરી મોડલીંગ શરૂ કર્યું છે. લગભગ ચાર મહિનાથી ચાલી રહેલા વિવાદ પછી હસીન જહાંએ મુંબઇમાં ફોટોશૂટ કરાવ્યું હતુ. આ દરમિયાન તેની ઘણા ફિલ્મ નિર્દેશકો અને નિર્માતાઓ સાથે મુલાકાત પણ થઇ હતી. ગાજિયાબાદનાં ફિલ્મ નિર્દેશક આનંદ કુમાર સાથે તેની ચર્ચા થઇ હતી. તેની સાથે બાયોપિક માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.
હસીન જહાંએ કહ્યું કે મેં મોડલિંગમાં ઘણો સંઘર્ષ કર્યા પછી ઓળખ બનાવી હતી, પરંતુ શમીનાં કહેવા પર આ લાઇનથી દૂર થઈ ગઈ હતી. હવે મારા પર મારા દીકરાની જવાબદારી પણ છે, આ કારણે હું ફરી મોડલિંગમાં પાછી ફરી છું. મને ફિલ્મ અને શૉર્ટ ફિલ્મની ઓફર મળી છે.
હસીન જહાંએ 6 માર્ચ 2018નાં રોજ મોહમ્મદ શમી પર અન્ય મહિલાઓ સાથે સંબંધ રાખવાનો આરોપ લગાવીને ખળભળાટ મચાવી દીધો હતો. હસીન જહાંએ શમી અને તેના પરિવાર વિરુદ્ધ કોલકાતામાં કેસ પણ કર્યો છે
