Not Set/ ગેંગરેપ UPDATE: પીડિતાએ આપ્યું 164 મુજબનું નિવેદન, વૃષભ મારુ પોલીસ સમક્ષ હાજર,CBI તપાસ નહિ થાય

નહેરુનગર પાસેથી યુવતીનું અપહરણ કરીને તેની સાથે ચાલુ ગાડીમાં દુષ્કર્મ આંચરવાના મામલામાં પીડિતાના પિતાએ ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી. પીડિતાના વતી જે પાછલા કેટલાક દિવસોથી માંગ ઉઠી રહી હતી કે ક્રાઈમ બ્રાંચના ઉચ્ચ અધિકારીને આ કેસમાંથી હટાવી લેવામાં આવે અને તેનું તાત્કાલિક ૧૬૪ મુજબનું નિવેદન મેજિસ્ટ્રેટની સમક્ષ લેવામાં આવે તે બંને માંગ પૂરી થઇ […]

Top Stories Ahmedabad Gujarat Trending Videos

નહેરુનગર પાસેથી યુવતીનું અપહરણ કરીને તેની સાથે ચાલુ ગાડીમાં દુષ્કર્મ આંચરવાના મામલામાં પીડિતાના પિતાએ ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી. પીડિતાના વતી જે પાછલા કેટલાક દિવસોથી માંગ ઉઠી રહી હતી કે ક્રાઈમ બ્રાંચના ઉચ્ચ અધિકારીને આ કેસમાંથી હટાવી લેવામાં આવે અને તેનું તાત્કાલિક ૧૬૪ મુજબનું નિવેદન મેજિસ્ટ્રેટની સમક્ષ લેવામાં આવે તે બંને માંગ પૂરી થઇ ગઈ છે. કોર્ટમાં પિડીતાનું ત્રણ કલાકથી વધુ સમય સુધી નિવેદન નોંધવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. નિવેદન બાદ પોલીસના બંદોબસ્ત સાથે પીડિતા મેટ્રો કોર્ટ માંથી ઘરે જવા રવાના થઇ હતી.

સેટેલાઇટ ગેંગરેપની પીડતાએ હાઇકોર્ટમાથી અરજી પરત ખેચી લીધી છે. અમદાવાદમાં સેટેલાઈટ ગેંગ રૅપ કેસ મામલે ભોગ બનનાર પીડિતા મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થઇ હતી અને ૧૬૪ મુજબનું નિવેદન આપ્યુ હતુ.

બધી માંગ પૂર્ણ થતા સીબીઆઈ તપાસની જરૂર લાગતી નથી: હાઈકોર્ટ.

યુવતીનું ૧૬૪ મુજબનું નિવેદન મેજિસ્ટ્રેટની સમક્ષ લેવામાં આવશે તેવું હાઇકોર્ટે હુકમ કર્યો હતો અને સાથે જ ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીને કેસમાંથી હટાવી લેવામાં આવ્યો છે. જેથી હાઇકોર્ટને કેસની તપાસ સિબિઆઇને સોપવાનું યોગ્ય ના લાગ્યું હતું. જેથી પીડિતાના વતી આવેલી અરજીનો હાઇકોર્ટે નિકાલ કર્યો હતો.

વૃષભ તમામ પુરાવા લઈને ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર

28મી જૂનના રોજ ઇસનપુરની યુવતીએ ગેંગરેપની ફરિયાદ નોંધાવ્યા બાદ ફરાર રહેલો આરોપી વૃષભ મારુ ક્રાઇમ બ્રાંચ સમક્ષ હાજર થઈ ગયો છે. ધરપકડથી બચવા આરોપીઓ એડીથીચોટી સુધીનું જોર લગાવી રહ્યા હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે વૃષભ તમામ પુરાવા લઈને ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર સામેથી હાજર થયો હતો..ટુર અને હોટેલના બિલ સહિતના પુરાવા રજુ કરી પોતે નિર્દોષ હોવાનુ જણાવ્યુ હતુ.

વૃષભે ક્રાઇમ બ્રાંચને જણાવ્યું હતું કે, બનાવ બન્યો ત્યારે તે મધ્ય પ્રદેશમાં હતો. એવું પણ કહ્યું હતું કે તે પીડિતાનો ઓળખતો નથી તેમજ તેના નામે ડમી એકાઉન્ટ બનાવીને તેમાંથી મેસેજ કરવામાં આવ્યા હતા.

કાકીઓએ આ કેસમાં અનેક ખુલાસા કર્યા

વૃષભના પિતા તેના ભાઈ અને તેના બે કાકીઓએ આ કેસમાં અનેક ખુલાસા કર્યા હતા. મીડિયા સામે વૃષભના પિતાએ દાવો કર્યો હતો કે આ કેસમાં વૃષભને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યો છે. વૃષભ આ છોકરીને ઓળખતો પણ નથી. ઈંસ્ટાગ્રામમાં જે મેસેજ સામે આવ્યા છે તે ડમી એકાઉન્ટથી કરવામાં આવ્યા છે. અમે પોલીસને પણ આ અંગે જાણ કરી છે. બળાત્કારની ફરિયાદ થઈ ત્યારે વૃષભ મધ્ય પ્રદેશમાં હતો. બાદમાં તેનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો છે.