Not Set/ સોનાલી બેન્દ્રે પહેલા બોલીવુડના આ કલાકારો પણ કેન્સરની ગંભીર બીમારીમાંથી થઈ ચુક્યા છે પસાર,photo

મુંબઈ બોલીવુડના રૂપેરી પડદાના અભિનેતા ઈરફાન ખાન હાલ કેન્સરની ગંભીર બીમારી સામે લડી રહ્યા છે અને તેઓ હાલ લંડનમાં પોતાની બીમારીની સારવાર કરાવી રહ્યા છે. જો કે આ વચ્ચે બોલીવુડની અભિનેત્રી સોનાલી બેન્દ્રે પણ કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા હોય તે બહાર આવ્યું છે અને તેઓ ઈલાજ કરાવી રહ્યા છે. જુઓ, સોનાલી બેન્દ્રે પહેલા બોલીવુડના આ કલાકારોને પણ થઈ […]

Entertainment

મુંબઈ

બોલીવુડના રૂપેરી પડદાના અભિનેતા ઈરફાન ખાન હાલ કેન્સરની ગંભીર બીમારી સામે લડી રહ્યા છે અને તેઓ હાલ લંડનમાં પોતાની બીમારીની સારવાર કરાવી રહ્યા છે. જો કે આ વચ્ચે બોલીવુડની અભિનેત્રી સોનાલી બેન્દ્રે પણ કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા હોય તે બહાર આવ્યું છે અને તેઓ ઈલાજ કરાવી રહ્યા છે.

જુઓ, સોનાલી બેન્દ્રે પહેલા બોલીવુડના આ કલાકારોને પણ થઈ છે કેન્સરની બીમારી

संबंधित इमेज

ઈરફાન ખાન

બોલિવૂડ એક્ટર ઈરફાન ખાન હાલ ન્યુરોએન્ડ્રોક્રાઇન ટ્યૂમર નામની કેન્સરની ગંભીર બીમારીથી લડી રહ્યા છે અને તેઓ તેનો ઈલાજ કરાવાવા માટે હાલ લંડનમાં છે.

anurag basu के लिए इमेज परिणाम

અનુરાગ બાસુ

વર્ષ 2004માં અનુરાગ બાસુ બ્લડ કેન્સર જેવી ગંભીર બીમારીથી પસાર થઇ ચુક્યા છે.  બરફી, મર્ડર જેવી ફિલ્મો બનાવી ચૂકેલા અનુરાગ બસુને ડોકટરે 4 મહિનાનો સમય આપ્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ તેથી વધારે જીવી નહી શકે. પરંતુ તેઓ તેનાથી લડ્યા અને કેન્સર જેવી ગંભીર બીમારીએ હરાવી હતી.

liza ree के लिए इमेज परिणाम

લીઝા રે

વર્ષ 2009માં તેઓ સેલ્સ કેન્સરથી પસારથઇ ચુકી છે. લીઝા રે એ વર્ષ 2010માં સ્ટેમ સેલને ટ્રાન્સફર કરાવ્યું હતું અને હાલમાં પણ તેઓ આ કેન્સરનો ઈલાજ કરાવી રહ્યા છે. હાલ તેઓ જ્યુસ અને શાકભાજી જ આરોગે છે.

manisha koirala के लिए इमेज परिणाम

મનીષા કોયરાલા

બોલિવૂડની આ એક્ટ્રેસ ઓવરિયન કેન્સરથી પિડાય રહી હતી. વર્ષ 2012માં તે આ બીમારીથી લડી રહી હતી. મનીષાએ ઘણા મહિના તેનું ઈલાજ ન્યુયોર્કમાં કરાવ્યું . ત્યારબાદ ‘ડિયર મામા’થી બોલિવૂડમાં ફરી એન્ટ્રી કરી હતી.

mumtaz के लिए इमेज परिणाम

મુમતાઝ

વર્ષ 2000માં 54 વર્ષની ઉમરે મુમતાઝને બ્રેસ્ટ કેન્સરથી ગુજરી ચુકી છે. ઘણા ઓછા લોકોને આ વાતની જાણ છે કે મુમતાઝ આ બીમારીથી પસાર થઇ ચુકી છે.

sonali bendre के लिए इमेज परिणाम

સોનાલી બેન્દ્રે 

બોલિવુડની સુંદર અભિનેત્રી સોનાલી બેન્દ્રેને પણ કેન્સરની આ ગંભીર બીમારી લાગી છે અને તેઓ હાલ આ બીમારીથી લડી રહ્યા છે. તેમણે Instagram પર એક લાંબી પોસ્ટ લખીને પોતાની હાઈગ્રેડ કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા છે. હાલ તેઓ આ બીમારીનું ઈલાજ કરાવી રહ્યા છે.