કાર્ડિફ,
ત્રણ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ટીમે યજમાન ઈંગ્લેંડને ૮ વિકેટે હરાવી શાનદાર જીત મેળવી હતી, ત્યારબાદ હવે ભારત વધુ એકવાર શુક્રવારે ટી-૨૦ મેચમાં મેદાને ઉતરશે. કાર્ડિફ ખાતે રમાનારી બીજી ટી-૨૦ મેચમાં ભારતીય ટીમ આ મેચ જીતીને સિરીઝ પોતાના નામે કરવાના ઈરાદાથી મેદાને ઉતરશે.
પ્રથમ મેચમાં ચાઈનામેન્ટ ગુગલી બોલર કુલદીપ યાદવ ઈંગ્લેંડની ટીમને વેરવિખેર કરતા ૫ વિકેટ ઝડપી હતી, જયારે સ્ફોટક બેટ્સમેન કે એલ રાહુલે ૫૪ બોલમાં ૧૦૧ રનની મેચ વિનિંગ રમી હતી. આ ઉપરાંત ભારતીય ટીમ પાસે ઓપનર બેટ્સમેન રોહિત શર્મા, શિખર ધવન, એમ એસ ધોની, કેપ્ટન વિરાટ કોહલી સહિતના ધુરંધર બેટ્સમેન છે કોઈ પણ સ્થિતિમાં મેચની સ્થિતિ બદલી શકે છે.
ભારતને યજમાન ટીમ આપી શકે છે ટક્કર
બીજી બાજુ યજમાન ઈંગ્લેંડની ટીમ પણ પ્રથમ મેચમાં મળેલી હાર બાદ આ શ્રેણીમાં પણ તેઓ ભારતને ટક્કર આપી શકે છે. ઈંગ્લેંડની ટીમમાં પણ ઓપનર જેશન રોય, જોસ બટલર, બેન સ્ટોક્સ, કેપ્ટન ઇયાન મોર્ગન જેવા ખેલાડીઓ છે.
સતત છઠ્ઠી જીત પર ભારતની નજર
છેલ્લા એક વર્ષથી ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં છે, ત્યારે બીજી ટી-૨૦ મેચમાં પણ ભારત આ મેચ જીતીને સતત છઠ્ઠી જીત મેળવવાના ઈરાદાથી મેદાને ઉતરવાની છે. ભારતે નવેમ્બર, ૨૦૧૭થી ન્યુઝીલેન્ડ સામે પ્રથમ સિરીઝ જીતી હતી ત્યારબાદ ભારતે એક પણ સિરીઝ ગુમાવી નથી.
