Not Set/ દ્રવિડ કોહલી ફટકારી ચૂક્યા છે વાંડરર્સ મેદાન પર સદી, અહીં ચાલે છે ભારતનો જ સિક્કો !

વાંડરર્સના મેદાન પર ભારત પહેલીવાર 1992માં ટેસ્ટ મેચ રમ્યું હતું. સચિન તેંદુલકરની શાનદાર સદીએ આખી મેચને ડ્રો કરાવવામાં સફળ રહ્યા હતા. સચિને 270 બોલમાં 19 ચોક્કાની મદદથી 111 રન બનાવ્યા હતા.

Sports
રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલી

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ ટેસ્ટની મેચ સિરીઝનો બીજો મુકાબલો જોહાનિસબર્ગના વાંડરર્સ મેદાન પર રમાશે. ભારતે સેન્ચ્યુરિયન મેદાન પર રમવામાં આવેલી પહેલી ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાને ૧૧૩ રનથી હરાવ્યું હતું. ભારત હાલ 1-0થી આગળ છે અને દક્ષિણ આફ્રિકાની ધરતી પર પહેલીવાર ટેસ્ટ સિરીઝ જીતવાનો સોનેરી અવસર છે. ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી અને હેડ કોચ રાહુલ દ્રવિડ વાંડરર્સના મેદાન પર ઈતિહાસ રચવા ઈચ્છશે. નોંધનીય છે કે, ભારત આજ દિવસ સુધી આ મેદાન પર મેચ ક્યારેય હાર્યું નથી.

25 વર્ષ પહેલા દ્રવિડે ફટકારી હતી સદી

વાંડરર્સના મેદાન પર ભારત પહેલીવાર 1992માં ટેસ્ટ મેચ રમ્યું હતું. સચિન તેંદુલકરની શાનદાર સદીએ આખી મેચને ડ્રો કરાવવામાં સફળ રહ્યા હતા. સચિને 270 બોલમાં 19 ચોક્કાની મદદથી 111 રન બનાવ્યા હતા. ભારતે બીજીવાર આફ્રિકા ટીમ સાથે 1997માં મુકાબલો કર્યો હતો. રાહુલે પોતાની પહેલી ઇનિંગમાં 148 અને બીજી ઇનિંગમાં 81 રન બનાવ્યા હતા જોકે  આ ટેસ્ટ મેચ પણ ડ્રો રહી હતી.

 રાહુલ દ્રવિડની કપ્તાની હેઠળ વર્ષ 2006-2007 ભારતીય ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકાની ટૂર પર ગઈ હતી. તેમની કપ્તાની હેઠળ પહેલીવાર ટીમ ટેસ્ટ મેચ જીતી હતી. ભારતને આ જિત વાંડરર્સના મેદાન પર જ મળી હતી. આ મેચની જિતના પહેલા હીરો હતા ફાસ્ટર બોલર શ્રીસંત. તેમણે મેચમાં આઠ વિકેટ લીધી હતી.

વિરાટ કોહલીએ એક મેચમાં 215 રન ફટકાર્યા

ભારતે 2013-14માં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો. વાંડરર્સ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીએ પ્રથમ દાવમાં 119 રન અને બીજા દાવમાં 96 રન બનાવ્યા હતા. આ મેચમાં ચેતેશ્વર પૂજારાએ પણ 153 રનની ઇનિંગ રમી હતી. જો કે, ફાફ ડુ પ્લેસિસ (134) અને એબી ડી વિલિયર્સ (103)ની ઇનિંગ્સના કારણે આફ્રિકન ટીમ આ ટેસ્ટ ડ્રો કરવામાં સફળ રહી હતી. કોહલીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

ભુવનેશ્વર કુમારે અપાવી બીજી જિત

વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ભારતે બીજી વખત વાંડરર્સ પર મેચ જીતવામાં સફળ રહ્યું હતું. વર્ષ 2018માં, કોહલીની આગેવાનીમાં ભારતને ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્રીજી મેચ વાંડરર્સ ખાતે રમાઈ હતી. ભારતે આફ્રિકન ટીમને 63 રને હરાવ્યું. મેન ઓફ ધ મેચ ભુવનેશ્વર કુમારે 4 વિકેટ લેવા ઉપરાંત 30 અને 33 રનની ઇનિંગ રમી હતી.