બિગ બોસ 15 તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. બિગ બોસના ઘરમાં તેજસ્વી પ્રકાશ, શમિતા શેટ્ટી, કરણ કુન્દ્રા, રાખી સાવંત, ઉમર રિયાઝ, નિશાંત ભટ, પ્રતીક સહજપાલ, દેવોલિના ભટ્ટાચારજી અને અભિજીત બિચુકલે બાકી છે. બોલિવૂડ સ્ટાર ધર્મેન્દ્ર વિકેન્ડ કા વારમાં જોવા મળશે. તેમની સાથે કોમેડિયન ભારતી સિંહ પણ શોમાં આવશે અને ખડખડાટ હસશે. પરંતુ તે સમયે વાતાવરણ ખૂબ જ રસપ્રદ બની જશે જ્યારે શોમાં સલમાન ખાનને સાપ કરડવા અંગેનો ઉલ્લેખ કરવામાં આવશે.
આ પણ વાંચો :અનુષ્કા શર્માની પડદા પર ધમાકેદાર વાપસી, આ ફિલ્મથી કરવા જઈ રહી કમબેક
બિગ બોસ 15ના પ્રોમોમાં જોઈ શકાય છે કે ભારતી સિંહ સ્પર્ધકોને કહે છે કે ભાઈજાનને સાપ કરડ્યો હતો. આના પર તમામ સ્પર્ધકો આશ્ચર્યચકિત છે. ધર્મેન્દ્ર ત્યાં બેઠા છે. ભારતી સિંહે સાપના ડંખનો ઉલ્લેખ કરતા જ ધર્મેન્દ્ર કહે છે, ‘તે નાગ નહીં, નાગણી હશે.’ તેના પર ભારતી સિંહ કહે છે કે સર, તે સાપ કરડવા નથી આવ્યો, તેને કલર્સના લોકોએ મોકલ્યો છે. નાગિનનો શો આવી રહ્યો છે ને, એટલે પહેલા તેણે નાગિનને ત્યાં મોકલ્યો. જે બાદ ભારે હાસ્ય છે.
https://www.instagram.com/tv/CYLQa6uFjmk/?utm_source=ig_web_copy_link
આપને જણાવી દઈએ કે હાલમાં સલમાન ખાનને તેમના જન્મ દિવસના એક દિવસ પહેલાં સાપે ડંખ માર્યો હતો. આ સાંભળી તેમના પ્રશંસકોની વચ્ચે અફરા-તફરી મચી હતી. જો કે હવે સલમાનને સારું છે અને તેમણે હર્ષોલ્લાસપૂર્વક પોતાના જન્મ દિવસની ઉજવણી કરી હતી. તો સોશિયલ મીડિયામાં હવે સલમાન ખાનનો ઓટો રિક્ષા ચલાવતો વીડિયો સામે આવ્યો છે. જે લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની ગયો છે.
આ પણ વાંચો : નોરા ફતેહી બાદ બોમન ઈરાનીનો પુત્ર આવ્યો કોરોનાની ઝપેટમાં, કાયોઝ ઈરાનીએ આપી માહિતી
આ વીડિયોમાં સલમાન ઓટો રિક્ષા ચલાવી રહ્યો છે. સલમાન ખાનના એક ફેન પેજ પરથી આ વીડિયોને શેર કરવામાં આવ્યો છે. જેના પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યાં છે. એક સોશિયલ મીડિયા યુઝરે વીડિયો પર કોમેન્ટ કરતા લખ્યું છે કે ભાઈનો શોખ પણ ગજબ છે. તો અન્ય એક યુઝર્સે લખ્યું છે, સર તમે મહાન છો તેથી તો અલગ છો.
https://www.instagram.com/tv/CYDQEETLu2_/?utm_source=ig_web_copy_link
સલમાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અત્યારે તેમને બિગ બોસ 15ને હોસ્ટ કરતા જોઈ શકાય છે. આ સાથે તેઓ કેટરિનાની સાથે ફિલ્મ ટાઈગર 3માં જોવા મળશે. ફિલ્મના શૂટિંગ માટે હાલમાં બંને તુર્કીમાં હાજર હતા. છેલ્લી વખત સલમાન પોતાના જીજાજી આયુષ શર્માની સાથે ફિલ્મ અંતિમમાં જોવા મળ્યા હતા.
આ પણ વાંચો :અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજને લઈ વિરોધ, ઇતિહાસ સાથે છેડછાડ ના કરવા માટે અપાઈ ચેતવણી
આ પણ વાંચો :નવા વર્ષ પહેલા કરીના કપૂરે નાના પુત્ર જેહની તસવીર શેર કરીને , જાણો શું કહ્યું?
આ પણ વાંચો : 2 બાળકોના પિતા પર આવ્યું રશ્મિકા મંદાનાનું દિલ, જાણો કોના પર હારી બેઠી એક્ટ્રેસ દિલ
