ભારતનાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની દેશનાં સૌથી સફળ કેપ્ટન રહી ચુક્યા છે. ધોની દેશનાં સૌથી ધનિક ખેલાડીઓમાં પણ એક છે. ધોની ઝારખંડની રાજધાની રાંચીનો વતની છે અને જ્યારે તે મેદાન પર એક્શનમાં નથી તો સમજી લો કે તે રાંચીનાં પોતાના ફાર્મહાઉસમાં પરિવાર સાથે પોતાનો સમય વિતાવતો હશે. ધોનીની પત્ની સાક્ષીએ માહીનાં ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
https://www.instagram.com/p/CP0gRo5nJjO/?utm_source=ig_web_copy_link
ક્રિકેટ ન્યૂઝ / શ્રીલંકાનાં પૂર્વ ક્રિકેટર જયસૂર્યાએ પોતાની પત્નીની સેક્સ ટેપ કરી લીક
ધોની રાંચીમાં તેના લક્ઝુરિયસ ફાર્મ હાઉસમાં રહે છે. આ ફાર્મહાઉસમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. સાક્ષીએ ધોનીનાં સુંદર ફાર્મ હાઉસનો ફોટો શેર કરીને તેના ફેન્સને ખુશ કરવાનો પ્રયત્ન કર્યો છે. સાક્ષીએ હવે વીડિયો દ્વારા ફાર્મ હાઉસની હરિયાળી બતાવી છે. સાક્ષીએ સોમવારે આ વીડિયો અને તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. લોકો કોમેન્ટ્સમાં ફાર્મ હાઉસની પ્રશંસા કરી રહ્યા છે. કેટલાક લોકો ધોનીને જોવા માંગે છે. ધોનીનાં મિત્રોએ લખ્યું, ‘કૃપા કરી માહી ભાઈ બતાવો. ધોનીનાં ફાર્મ હાઉસમાં સ્વિમિંગ પૂલથી લઈને ઇન્ડોર સ્ટેડિયમ અને જીમ જેવી સુવિધાઓ છે. ટીમ ઇન્ડિયાનાં લગભગ તમામ ક્રિકેટરો આ ફાર્મ હાઉસમાં આવી ગયા છે અને તેની સુંદરતાનો આનંદ માણ્યો છે. અહીં સુંદરતા હરિયાળીની સાથે જોઇ શકાય છે. ધોની પાસે ફાર્મ હાઉસનાં લોનમાં તેના પાળતુ પ્રાણી પણ છે. ધોની અહીં પોતાના પ્રાણીઓને તાલીમ આપે છે. તેણે પોતાના કૂતરાઓને ટ્રેનિંગ આપતો વીડિયો ઘણી વખત શેર કર્યો છે.
https://www.instagram.com/p/CP0v2SSnJ7e/
ક્રિકેટ ન્યૂઝ / જલ્દી જ ઓસ્ટ્રેલિયન ખેલાડી ગ્લેન મેક્સવેલ ભારતનો જમાઈ બનશે
આ ફાર્મ હાઉસમાં તમને બધે જ ગ્રીનરી જોવા મળી જશે. ફાર્મ હાઉસમાં વિવિધ પ્રકારનાં વૃક્ષો અને છોડ છે. ધોનીનાં આ ફાર્મ હાઉસમાં પાર્કિંગ પણ છે, જ્યાં શાનદાર વાહનો અને બાઇકનો સંગ્રહ છે. ફાર્મ હાઉસમાં એક બંગલો પણ છે, જે 7 એકરમાં ફેલાયેલો છે. આમાં ધોની અને સાક્ષીનો બેડરૂમ આધુનિક રીતે બનાવવામાં આવ્યો છે. ધોનીનાં બંગલામાં વિશાળ ઝુમ્મર છે. જુદા જુદા રૂમમાં આકર્ષક શાહી ડિઝાઇન ફર્નિચર પણ છે.

