Sport news/ IND vs WI 1st ODI Live: ભારતને પહેલી સફળતા, વિરાટ કોહલીએ રચ્યો ઇતિહાસ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની પ્રથમ મેચ તિરુવનંતપુરમમાં રમાઈ રહી છે. શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે.

Sports Top Stories
ND vs WI 1st ODI Live: ભારતને 1લી સફળતા, કેમ્પબેલ આઉટ

Sports News: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની પ્રથમ મેચ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. મેચમાં ભારતને પહેલી સફળતા મળી છે અને વેસ્ટ ઈન્ડિઝનો ઓપનર જોન કેમ્પબેલ પેવેલિયન પરત ફર્યો છે.

ભારતીય ટીમની પ્લેઇંગ-11માં નમન ધીરને વનડે ડેબ્યૂ કરવાની તક મળી છે. ટીમ ઈન્ડિયાએ પોતાની ટીમમાં ચાર મુખ્ય બોલર અને બે ઓલરાઉન્ડરનો સમાવેશ કર્યો છે. આ મેચ સાથે IND vs WI 1st ODI Live ના તમામ અપડેટ્સ પર ક્રિકેટ ચાહકોની નજર છે.

રોહિત શર્મા અને વિરાટ કોહલી પર નજર

IND vs WI 1st ODI Live: ભારતને પહેલી સફળતા, કેમ્પબેલ પેવેલિયન પરત
IND vs WI 1st ODI Live: ભારતને પહેલી સફળતા, કેમ્પબેલ પેવેલિયન પરત

આ મેચમાં ટીમ ઈન્ડિયાના અનુભવી બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલી ના પ્રદર્શન પર ખાસ નજર રહેશે. ભારતે તેની છેલ્લી વનડે સિરીઝ ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન રમી હતી, જેમાં ટીમને 2-1થી હારનો સામનો કરવો પડ્યો હતો.

રોહિત અને વિરાટની ટીમમાં પસંદગી અંગે અગાઉ ચર્ચા થઈ હતી. જોકે, BCCI તરફથી બંને ખેલાડીઓ 2027 વનડે વર્લ્ડ કપની યોજનાનો ભાગ હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું હતું. હવે વેસ્ટ ઈન્ડિઝ સામેની આ સિરીઝમાં બંને ખેલાડીઓના પ્રદર્શન પર નજર રહેશે.

મિડલ ઓર્ડરમાં શ્રેયસ અય્યરની ગેરહાજરીમાં ટીમ મેનેજમેન્ટ કયા વિકલ્પને તક આપે છે તે પણ મહત્વનું રહેશે. વિકેટકીપરની જવાબદારી ફરી એકવાર કેએલ રાહુલ સંભાળશે.

વેસ્ટ ઈન્ડિઝ માટે પણ મહત્વની સિરીઝ

IND vs WI 1st ODI Live: ભારતને પહેલી સફળતા, કેમ્પબેલ પેવેલિયન પરત
IND vs WI 1st ODI Live: ભારતને પહેલી સફળતા, કેમ્પબેલ પેવેલિયન પરત

વેસ્ટ ઈન્ડિઝ માટે આ સિરીઝ આગામી   ODI WORLD CUP 2027 QUALIFIERS   પહેલાં પોતાની તૈયારીઓ ચકાસવાની મહત્વપૂર્ણ તક છે. રેન્કિંગના આધારે સીધી ક્વોલિફિકેશન મેળવી ન શકનાર વેસ્ટ ઈન્ડિઝની ટીમ હવે ક્વોલિફાયર રાઉન્ડમાં રમશે.

ભારત સામેની સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝ પોતાની ટીમની તૈયારીઓ અને નવા ખેલાડીઓનું પ્રદર્શન ચકાસવા માંગશે. ટીમની કમાન અનુભવી બેટ્સમેન શે હોપના હાથમાં છે.

Live updates : IND vs WI 1st ODI…..

8:33 PM

ગિલે સદી ફટકારી

કેપ્ટન શુભમન ગિલે સદી ફટકારી છે. આ સાથે ટીમ ઇન્ડિયાનો સ્કોર 200 સુધી પહોંચી ગયો છે. ટીમ ઇન્ડિયા હવે જીતથી માત્ર 96 રન દૂર છે.

8:31 PM

વિરાટ કોહલીએ ઇતિહાસ રચ્યો

વિરાટ કોહલીએ ODI ક્રિકેટમાં 15,000 રન પૂરા કર્યા છે, અને તે સચિન તેંડુલકર પછી આ સિદ્ધિ મેળવનાર બીજો બેટ્સમેન બન્યો છે.

8:17 PM

કોહલીએ ફિફ્ટી ફટકારી

વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી છે. આ દરમિયાન, ટીમ ઇન્ડિયાનો સ્કોર ૧૫૦ ને પાર કરી ગયો છે. વિરાટ હવે વનડેમાં 15 હજાર રન પૂરા કરવાની ખૂબ નજીક છે.

7:40 PM

ગિલની અડધી સદી

ટીમ ઈન્ડિયાએ 16 ઓવરમાં 100 રન પૂરા કર્યા. કેપ્ટન શુભમન ગિલે પણ અડધી સદી ફટકારી. ગિલે 49 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી.

7:24 PM

રોહિત શર્મા આઉટ

ભારતીય ટીમને પહેલો ઝટકો લાગ્યો છે. રોહિત શર્મા 32 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો છે. રોહિતે તેની ઇનિંગમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. વિરાટ કોહલી હવે બેટિંગમાં પાછો ફર્યો છે.

7:10 PM

10 ઓવરમાં 70 રન

ભારતીય ઇનિંગ્સની શરૂઆત શાનદાર રહી છે. રોહિત અને ગિલે 10 ઓવરમાં 70 રન બનાવ્યા છે. વેસ્ટ ઇન્ડીઝના બોલરો પહેલી વિકેટ શોધી રહ્યા છે.

6:53 PM

6 ઓવરમાં 38 રન

ભારતીય ઇનિંગ્સની શરૂઆત શાનદાર રહી છે. રોહિત અને ગિલે 6 ઓવરમાં 38 રન આપી દીધા છે. રોહિત 23 અને કેપ્ટન ગિલ 14 રન બનાવીને રમતમાં છે.

ભારતીય ઇનિંગ્સનો આગાજ

6:37 PM

ભારતીય ઇનિંગ્સની શરૂઆત થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયા સામે 296 રનનો ટાર્ગેટ છે. રોહિત શર્મા અને કેપ્ટન શુભમન ગિલ ઓપનિંગ કરવા માટે મેદાનમાં ઉતર્યા છે.

5:54 PM

ભારતને મળ્યો 295 રનનો ટાર્ગેટ

પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે જસ્ટિન ગ્રીવ્સની સદીની મદદથી 7 વિકેટ ગુમાવીને 294 રનનો સ્કોર બનાવ્યો છે. અમીર જંગૂએ 58 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી કુલદીપ યાદવે 4 જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ 2 વિકેટ ઝડપી હતી.

5:33 PM

વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 250ને પાર

વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 250 રનને પાર પહોંચી ગયો છે. ભારતીય ટીમે અત્યાર સુધી 6 વિકેટ ઝડપી છે. વેસ્ટ ઈન્ડિઝની ઇનિંગ્સમાં હજુ 5 ઓવર બાકી છે.

બેક ટુ બેક વિકેટ

4:48 PM

વેસ્ટ ઈન્ડિઝને સતત બે બોલમાં બે ઝટકા લાગ્યા છે. કુલદીપ યાદવે એક જ ઓવરમાં સતત બે બોલ પર બે વિકેટ ઝડપી છે. જસ્ટિન ગ્રીવ્સ બાદ જ્વેલ એન્ડ્ર્યુ પણ ખાતું ખોલ્યા વિના પેવેલિયન પરત ફર્યા છે. આ સાથે વેસ્ટ ઈન્ડિઝની અડધી ટીમ પેવેલિયન પરત ફરી છે.

ગ્રીવ્સ આઉટ, વેસ્ટ ઈન્ડિઝને ચોથો ઝટકો

4:47 PM

જસ્ટિન ગ્રીવ્સ સદી ફટકારીને આઉટ થઈ ગયા છે. કુલદીપ યાદવે ગ્રીવ્સને પોતાનો શિકાર બનાવ્યા છે. ગ્રીવ્સ 101 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા છે. આ સાથે વેસ્ટ ઈન્ડિઝને ચોથો મોટો ઝટકો લાગ્યો છે.

જસ્ટિન ગ્રીવ્સે ફટકારી સદી

4:40 PM 

વેસ્ટ ઈન્ડિઝના જસ્ટિન ગ્રીવ્સે શાનદાર સદી ફટકારી છે. તેમણે 104 બોલમાં પોતાની સદી પૂરી કરી છે. પોતાની સદીની ઇનિંગ્સ દરમિયાન ગ્રીવ્સે અત્યાર સુધી 12 ચોગ્ગા ફટકાર્યા છે.

વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો ત્રીજો ઝટકો

4:37 PM

ભારત સામેની પ્રથમ વનડેમાં વેસ્ટ ઈન્ડિઝને ત્રીજો ઝટકો લાગ્યો છે. કુલદીપ યાદવે શાઈ હોપને 12 રનના સ્કોરે પેવેલિયન પરત મોકલ્યા છે. આ સાથે ભારતને ત્રીજી સફળતા મળી છે. બીજી તરફ, જસ્ટિન ગ્રીવ્સ સદીની નજીક પહોંચી ગયા છે.

ભારતને મળી બીજી સફળતા

4:20 PM 

વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં ભારતને બીજી સફળતા મળી છે. કેસી કાર્ટી 13 રન બનાવીને આઉટ થયા છે. પ્રસિદ્ધ કૃષ્ણાએ કેસી કાર્ટીને પેવેલિયન પરત મોકલીને ભારતને બીજી વિકેટ અપાવી છે.

29 ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝના 170 રન

4:14 PM

ભારત સામેની પ્રથમ વનડેમાં વેસ્ટ ઈન્ડિઝે 29 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 170 રન બનાવી લીધા છે. કેસી કાર્ટી અને જસ્ટિન ગ્રીવ્સ વચ્ચે 35થી વધુ રનની ભાગીદારી થઈ ચૂકી છે.

વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 150ને પાર

3:44 PM

ભારત સામેની પ્રથમ વનડેમાં વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 150 રનને પાર પહોંચી ગયો છે. હાલમાં કેસી કાર્ટી 6 રન અને જસ્ટિન ગ્રીવ્સ 75 રન બનાવીને ક્રિઝ પર છે.

જ્હોન કેમ્પબેલ આઉટ, ભારતને મળી પ્રથમ સફળતા

3:34 PM

વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં ભારતને પ્રથમ સફળતા મળી છે. જ્હોન કેમ્પબેલને કુલદીપ યાદવે પેવેલિયન પરત મોકલ્યા છે. કેમ્પબેલે 60 બોલમાં 62 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.

જ્હોન કેમ્પબેલ અને જસ્ટિન ગ્રીવ્સે રચ્યો કમાલ

3:28 PM

વેસ્ટ ઈન્ડિઝના ઓપનર જ્હોન કેમ્પબેલ અને જસ્ટિન ગ્રીવ્સે ભારત સામેની પ્રથમ વનડેમાં અડધી સદી ફટકારીને શાનદાર શરૂઆત અપાવી છે. બંનેની જોડી સાથે એક ખાસ રેકોર્ડ પણ નોંધાયો છે.

કેમ્પબેલ અને ગ્રીવ્સ 2009માં કિંગ્સ્ટનમાં ક્રિસ ગેલ અને રુનાકો મોર્ટન બાદ ભારત સામેની વનડેમાં 50થી વધુ રન બનાવનારી વેસ્ટ ઈન્ડિઝની પ્રથમ ઓપનિંગ જોડી બની છે.

વેસ્ટ ઈન્ડિઝે 15 ઓવરમાં બનાવ્યા 107 રન

3:12 PM

ભારત સામેની પ્રથમ વનડેમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતાં 15 ઓવર પૂરા થયા બાદ કોઈ વિકેટ ગુમાવ્યા વિના 107 રન બનાવી લીધા છે. જસ્ટિન ગ્રીવ્સ 58 રન, જ્યારે જ્હોન કેમ્પબેલ 43 રન બનાવીને ક્રિઝ પર છે.

વેસ્ટ ઈન્ડિઝે 12 ઓવરમાં બનાવ્યા 92 રન

3:00 PM

ભારત સામેની પ્રથમ વનડેમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતાં 12 ઓવર પૂરા થયા બાદ કોઈ વિકેટ ગુમાવ્યા વિના 92 રન બનાવી લીધા છે. જ્હોન કેમ્પબેલ 40 રન, જ્યારે જસ્ટિન ગ્રીવ્સ 46 રન બનાવીને ક્રિઝ પર છે.

9 ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝે બનાવ્યા 78 રન

2:49 PM

ભારત સામેની પ્રથમ વનડેમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતાં 9 ઓવર પૂરા થયા બાદ કોઈ વિકેટ ગુમાવ્યા વિના 78 રન બનાવી લીધા છે. જ્હોન કેમ્પબેલ 32 રન, જ્યારે જસ્ટિન ગ્રીવ્સ 41 રન બનાવીને ક્રિઝ પર છે.

વેસ્ટ ઈન્ડિઝે 4 ઓવરમાં બનાવ્યા 35 રન

2:23 PM 

વેસ્ટ ઈન્ડિઝની ટીમે પ્રથમ વનડેમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતાં 4 ઓવર પૂરી થયા બાદ કોઈ વિકેટ ગુમાવ્યા વિના 35 રન બનાવી લીધા છે. જ્હોન કેમ્પબેલ 6 રન, જ્યારે જસ્ટિન ગ્રીવ્સ 26 રન બનાવીને ક્રિઝ પર છે.

વેસ્ટ ઈન્ડિઝે 2 ઓવરમાં બનાવ્યા 19 રન

2:15 PM

વેસ્ટ ઈન્ડિઝની ટીમે પ્રથમ વનડેમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતાં 2 ઓવર પૂરી થયા બાદ કોઈ વિકેટ ગુમાવ્યા વિના 19 રન બનાવી લીધા છે. જ્હોન કેમ્પબેલ 1 રન, જ્યારે જસ્ટિન ગ્રીવ્સ 16 રન બનાવીને ક્રિઝ પર છે.

જ્હોન કેમ્પબેલ અને જસ્ટિન ગ્રીવ્સ ઓપનિંગમાં ઉતર્યા

2:04 PM

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રણ મેચની વનડે સિરીઝની પ્રથમ મેચ તિરુવનંતપુરમમાં રમાઈ રહી છે. ટોસ હાર્યા બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમ પ્રથમ બેટિંગ કરી રહી છે. ટીમ તરફથી જ્હોન કેમ્પબેલ અને જસ્ટિન ગ્રીવ્સ ઓપનિંગ કરવા મેદાનમાં ઉતર્યા છે.

મોહમ્મદ સિરાજને પ્લેઇંગ-11માં સ્થાન નહીં

1:54 PM

વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડે માટે ભારતીય ટીમની પ્લેઇંગ-11માં મોહમ્મદ સિરાજને સ્થાન મળ્યું નથી. બીજી તરફ, વેસ્ટ ઈન્ડિઝની ટીમ યુવા ડાબોડી રિસ્ટ સ્પિનર વિટેલ લોજ વિના મેદાનમાં ઉતરી છે.

પ્રથમ વનડે માટે ભારતીય ટીમની પ્લેઇંગ-11

1:41 PM

વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડે માટે ભારતીય ટીમની પ્લેઇંગ-11માં અનુભવી ખેલાડીઓની સાથે નમન ધીરને પણ તક આપવામાં આવી છે.

પ્લેઇંગ-11: રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, કેએલ રાહુલ (વિકેટકીપર), નમન ધીર, રવિન્દ્ર જાડેજા, નીતિશ કુમાર રેડ્ડી, ગુરનૂર બરાર, કુલદીપ યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણા.

શુભમન ગિલે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી

1:39 PM

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની પ્રથમ મેચ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમ તરફથી નમન ધીરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું છે.

વનડેમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝનો હેડ ટુ હેડ રેકોર્ડ

1:27 PM

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અત્યાર સુધી 142 વનડે મેચ રમાઈ છે. જેમાં ભારતીય ટીમે 72 મેચમાં જીત મેળવી છે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝે 64 મેચમાં જીત નોંધાવી છે. બંને ટીમો વચ્ચેની આગામી મેચમાં પણ રોમાંચક મુકાબલો જોવા મળી શકે છે.

વેસ્ટ ઈન્ડિઝ ટીમનો વનડે સ્ક્વોડ

1:22 PM

ભારત સામેની વનડે સિરીઝ માટે વેસ્ટ ઈન્ડિઝે અનુભવી અને યુવા ખેલાડીઓ સાથે ટીમ તૈયાર કરી છે. ટીમની કમાન શાઈ હોપ સંભાળશે, જ્યારે તેઓ વિકેટકીપરની ભૂમિકા પણ નિભાવશે.

 જ્હોન કેમ્પબેલ, શાઈ હોપ (વિકેટકીપર, કેપ્ટન), કેસી કાર્ટી, શેરફેન રધરફોર્ડ, જસ્ટિન ગ્રીવ્સ, અમીર જંગૂ, મેથ્યુ ફોર્ડ, રોસ્ટન ચેઝ, ગુડાકેશ મોતી, અલ્ઝારી જોસેફ, જેડન સીલ્સ, શમાર જોસેફ, જ્વેલ એન્ડ્ર્યુ, વિટેલ લોજ અને કીમો પોલ.

વનડે સિરીઝ માટે ભારતીય ટીમનો સ્ક્વોડ

1:10 PM

IND vs WI 1st ODI Live: ભારતને પહેલી સફળતા, કેમ્પબેલ પેવેલિયન પરત
IND vs WI 1st ODI Live: ભારતને પહેલી સફળતા, કેમ્પબેલ પેવેલિયન પરત

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની વનડે સિરીઝ માટે ભારતીય ટીમમાં અનુભવી અને યુવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમની કમાન શુભમન ગિલ સંભાળશે, જ્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા અનુભવી ખેલાડીઓ પણ ટીમનો ભાગ છે.

રોહિત શર્મા, શુભમન ગિલ (કપ્તાન), વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, આકિબ નબી, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), ગુરનૂર બરાડ અને નમન ધીર.

તિરુવનંતપુરમમાં રમાશે પ્રથમ વનડે મેચ

1:02 PM

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રણ મેચની વનડે સિરીઝની પ્રથમ મેચ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ માં રમાશે. આ મેદાન પર અત્યાર સુધી બે વનડે મેચ રમાઈ છે અને બંને મેચમાં ભારતીય ટીમે જીત મેળવી છે.

ભારતની પ્લેઇંગ-11

રોહિત શર્મા, શુભમન ગિલ (કપ્તાન), વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, કેએલ રાહુલ (વિકેટકીપર), નમન ધીર, રવિન્દ્ર જાડેજા, નીતિશ કુમાર રેડ્ડી, ગુરનૂર બરાડ, કુલદીપ યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણા.

વેસ્ટ ઈન્ડિઝની પ્લેઇંગ-11

ROHIT AND RAHUL
ROHIT AND RAHUL

જોન કેમ્પબેલ, જસ્ટિન ગ્રીવ્સ, કેસી કાર્ટી, શે હોપ (વિકેટકીપર અને કપ્તાન), અમીર જાંગુ, જ્વેલ એન્ડ્ર્યુ, રોસ્ટન ચેઝ, મેથ્યુ ફોર્ડ, ગુડાકેશ મોતી, અલ્ઝારી જોસેફ અને જયડન સીલ્સ.

મેચ ક્યાં રમાઈ રહી છે?

IND vs WI 1st ODI Live: ભારતને પહેલી સફળતા, કેમ્પબેલ પેવેલિયન પરત
IND vs WI 1st ODI Live: ભારતને પહેલી સફળતા, કેમ્પબેલ પેવેલિયન પરત

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પ્રથમ વનડે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ માં રમાઈ રહી છે. ટોસ જીતીને ભારતે પ્રથમ બોલિંગ પસંદ કરી હોવાથી ભારતીય બોલરો શરૂઆતમાં વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનો પર દબાણ બનાવવાનો પ્રયાસ કરશે.

IND vs WI 1st ODI Live દરમિયાન મેચના સ્કોર, વિકેટ અને મહત્વપૂર્ણ ક્ષણોના તમામ લાઈવ અપડેટ્સ અહીં જોઈ શકાશે.


આ પણ વાંચો:ભારત-ન્યૂઝીલેન્ડ શ્રેણીનું શેડ્યૂલ જાહેર, 7 વર્ષ બાદ રમાશે 5 ODI, વર્લ્ડ કપ 2027ની તૈયારી શરૂ

આ પણ વાંચો:ODI World Cup 2027 Qualifier ની તારીખો જાહેર, વેસ્ટ ઈન્ડિઝની સીધી ક્વોલિફિકેશન પર સૌની નજર

આ પણ વાંચો:રોહિત શર્માનો ઐતિહાસિક રેકોર્ડ, ઇંગ્લેન્ડમાં 8મી ODI સદી સાથે રચ્યો વિશ્વ રેકોર્ડ