Not Set/ આગામી ઇંગ્લેન્ડ સામેની વનડે સીરીઝમાં જસપ્રીત બુમરાહની જગ્યા લેશે શાર્દુલ ઠાકુર

લીડ્સ, ભારતીય ક્રિકેટ ખિલાડી જસપ્રીત બુમરાહને આયર્લેન્ડ સામેના મેચ માં પહેલા જ T20 મેચમાં ડાબા અંગુઠામાં ઇજા થઇ હતી. એટલે તેઓને ઈંગ્લેંડ સીરીઝમાંથી બાકાત રાખવામાં આવ્યો છે. અને એની જગ્યાએ મુંબઈના ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરને લેવામાં આવ્યો છે. આ સીરીઝ ૩ મેચની છે જે 12 જુલાઈ થી શરૂ થઇ રહી છે. બુમરાહનું ઓપરેશન ભારત આવતા […]

Trending Sports

લીડ્સ,

ભારતીય ક્રિકેટ ખિલાડી જસપ્રીત બુમરાહને આયર્લેન્ડ સામેના મેચ માં પહેલા જ T20 મેચમાં ડાબા અંગુઠામાં ઇજા થઇ હતી. એટલે તેઓને ઈંગ્લેંડ સીરીઝમાંથી બાકાત રાખવામાં આવ્યો છે. અને એની જગ્યાએ મુંબઈના ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરને લેવામાં આવ્યો છે. આ સીરીઝ ૩ મેચની છે જે 12 જુલાઈ થી શરૂ થઇ રહી છે.

બુમરાહનું ઓપરેશન ભારત આવતા પહેલા લીડ્સમાં કરવામાં આવ્યું, જે સફળ રહ્યું છે. હાલમાં તેઓ બીસીસીઆઈની મેડીકલ ટીમની દેખરેખ હેઠળ છે અને રીકવર થઇ રહ્યા છે. બીસીસીઆઈના સચિવ અમિતાભ ચૌધરી એ કહ્યું કે, સીનીયર સિલેકશન કમિટી એ જસપ્રીત બુમરાહની જગ્યાએ  શાર્દુલ ઠાકુરને વનડે ટીમમાં શામિલ કર્યો છે. શાર્દુલ ઠાકુરનું પ્રદર્શન ઇન્ડિયન પ્રીમિયર લીગની 11મી સિઝનમાં ખુબ સારું રહ્યું હતું અને હવે તેઓ ભારત તરફથી વનડેમાં રમશે.

ત્રણ દિવસીય આ સીરીઝનો પહેલો મેચ 12 જુલાઈ એ નોટીન્ઘમમાં છે, જયારે 14 જુલાઈના રોજ લંડનમાં બીજો મેચ રમાશે. આખરી મેચ 17 જુલાઈ એ લીડ્સમાં થશે.