Not Set/ તારક મહેતા કા ઉલટા ચશ્માં ફેમ – મૃત્યુ પામેલ ડોક્ટર હંસરાજ હાથી એક્ટિંગ માટે ઘરે થી ભાગી ગયા હતા, ફૂટપાથ પર સુઈને કાઢી હતી રાતો- જાણો એમની કહાની

સ્ટ્રગલ મેક્સ ધ મેન સ્ટાર. આ વાત દરેક એકટરને લાગુ પડે જ છે. સબ ટીવી ની ફેમસ સીરીયલ તારક મહેતા કા ઉલટા ચશ્માં ના ડોક્ટર હંસરાજ હાથી ઉર્ફે કવી કુમાર આઝાદનું આજે સોમવારના દિવસે મહારાષ્ટ્રના મુંબઈના મીરા રોડ ની વોકહાર્ટ હોસ્પીટલમાં હાર્ટએટેક ના કારણે નિધન થયું છે. કવી કુમાર એટલે કે સૌના ચહિતા ડોક્ટર હંસરાજ […]

Trending Entertainment

સ્ટ્રગલ મેક્સ ધ મેન સ્ટાર. આ વાત દરેક એકટરને લાગુ પડે જ છે. સબ ટીવી ની ફેમસ સીરીયલ તારક મહેતા કા ઉલટા ચશ્માં ના ડોક્ટર હંસરાજ હાથી ઉર્ફે કવી કુમાર આઝાદનું આજે સોમવારના દિવસે મહારાષ્ટ્રના મુંબઈના મીરા રોડ ની વોકહાર્ટ હોસ્પીટલમાં હાર્ટએટેક ના કારણે નિધન થયું છે. કવી કુમાર એટલે કે સૌના ચહિતા ડોક્ટર હંસરાજ હાથી એ સીરીયલમાં લોકોને ખુબ હસાવ્યા છે.

લોકોને હસાવતા આ હસતા ચહેરા પાછળની કહાની ઘણી ઉતાર ચડાવ વાળી છે. સફળતા કઈ એમ ને એમ હાથ નથી લગતી એના માટે એના કાબીલ બનવું પડે છે અને ડોક્ટર હંસરાજ હાથી, લેટ કવી કુમાર પોતાના ઘરે થી ભાગી ને પોતાનું એક્ટિંગ નું સપનું સાકાર કરવા આવ્યા હતા અને એ પણ ખાલી ખીસ્સે. તેઓને બાળપણથી જ અભિનય નો શોખ હતો પરંતુ ઘર ના સભ્યો આની વિરુદ્ધ માં હતા.

એ સમયે એમના ઘરની આર્થિક સ્થિતિ પણ બરાબર ન હતી. એમના પિતાને બીઝનેસમાં ખોટ જતા સ્થિતિ વણસી. કવી કુમાર એટલે આપણા પ્રિય ડોક્ટર હાથી એ હાર ન માની અને ભાગી આવ્યા મુંબઈ પોતાના સપનાઓને પુરા કરવા. ખીચામાં પૈસા નહિ, કામ કરવા માટે કોઈ બ્રેક નહિ, એવી પરિસ્થિતિ માં તેઓ રસ્તા પર સુઈને રાત વિતાવતા. પોતે જ્યાં રહેતા એ ઘરના ભાડાના પૈસા પણ તેઓ ભેગા કરી શકતા ન હતા .

ક્યારે મળ્યો પહેલો બ્રેક:

જાણવા મળ્યું છે કે, જયારે કવી આઝાદનો સ્ટ્રગલ નો સમય ચાલી રહ્યો હતો એ દરમ્યાન એમણે એક દિવસ એક પ્રોડક્શન હાઉસ માંથી કોલ આવ્યો. ફોન ઉપાડતા જ સામે વાળા એ કહ્યું કે અમારા બોસ એ તમને બોલાવ્યા છે. આપેલા સરનામાં પર જયારે તેઓ પહોચ્યા અને કેબીન માં ગયા ત્યારે તરત જ એમણે જોઈ ને ડોક્ટર હંસરાજ હાથીના રોલ માટે એમની પસંદગી કરી લેવામાં આવી. આ એ જ ઘડી હોય છે જેની રાહ દરેક જુએ છે કે એને પોતાનો કિરદાર મળે અને સુનેરા પરદા પર એ પરફોર્મ કરે અને કવી આઝાદ ને પણ આ બ્રેક મળી ગયો ડોક્ટર હંસરાજ હાથીના રોલમાં. આ રોલ એ એજ એમણે નામના આપવી અને લોકો માં ફેમસ બનાવ્યા. સૌને પોતાની એક્ટિંગ થી હસાવનારા કવી કુમાર માનતા હતા કે કિસ્મત થી વધુ અને સમયથી પહેલા કોઈ ને કઈ મળતું નથી.

આ ઉપરાંત ટીવી સિવાય કવી કુમાર એ બોલીવુડ ના પરદે પણ એક્ટિંગ કરી છે. જેમાં આમીર ખાન સાથેની ફિલ્મ મેલા, પરેશ રાવલ સાથેની ફિલ્મ ફન્ટુસ જેવી ઘણી ફિલ્મો શામેલ છે. સૌના ચહેરે મુસ્કાન લાવનાર ડોક્ટર હંસરાજ હાથી હવે આપણી વચે હયાત રહ્યા નથી.