મુંબઈ
સુપરસ્ટાર રજનીકાંત અને અક્ષય કુમારની ફિલ્મ “2.0”ની રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે. ફિલ્મ નિર્દેશક શંકર અને અભિનેતા અક્ષય કુમારે પોતાની ટ્વીટર એકાઉન્ટ પર રિલીઝ ડેટ જાહેર કરી છે. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ ટ્વીટ દ્વારા રસપ્રદ માહિતી પણ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, 23 વર્ષ પછી, ફરી એકવાર, રજનીકાંતની 2 (લાઇવ એક્શન) ફિલ્મો એક જ વર્ષમાં રિલીઝ કરવામાં આવશે.
With Great Pride and Immense Excitement announcing the release date of our #MagnumOpus #2Point0 – 🔥 November 29Th, 2018. Gear up to view the Ultimate Clash 🔥 #GoodOrEvil #WhoDecides @shankarshanmugh @rajinikanth @akshaykumar @arrahman @iamAmyJackson #2Point0FromNov29 pic.twitter.com/RPpsUGXbjP
— Lyca Productions (@LycaProductions) July 10, 2018
આપને જાણવી દઈએ કે, રજનીકાંતની ફિલ્મ કાલા આ વર્ષે 7 જૂને રિલીઝ થઈ હતી. હવે તેની ફિલ્મ 2.0 પણ આ વર્ષે 29 નવેમ્બરના રોજ રિલીઝ થશે તેવી માહિતી મળી રહી છે, જણાવી એ કે, 12 વર્ષે પહેલા 1995 માં, રજનીકાંત સ્ટારર 2 ફિલ્મો “ભાષા” અને “મુથુ” એક જ વર્ષમાં રિલીઝ થઇ હતી.. અક્ષય કુમારે ટ્વિટ કર્યું હતું, “29 મી નવેમ્બર, 2018 ના રોજ સૌથી મોટી ટક્કર માટે તૈયાર રહો.”
In 23 years, for the 1st time, #Superstar @rajinikanth will have two movies (Live Action) release in the same year..#Kaala and #2Point0 in 2018..
Last time, it happened was 1995, when #Baashha and #Muthu released..
— Ramesh Bala (@rameshlaus) July 10, 2018
10 જુલાઈના રોજ, મેકર્સે આ ફિલ્મના અન્ય પોસ્ટરને રિલીઝ કર્યા છે, જેમાં એક મોટો મૈટેલિક ગરુડ જોવા મળી રહ્યું છે જો કે હાલ તેના વિશે કોઈ ખાસ જાણકારી જાણવા મળી નથી રહી. અત્યાર સુધી નિર્માતાઓ પોસ્ટરમાં અક્ષય કુમાર, રજનીકાંત અને એમી જેક્સનને બતાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મની રિલીઝ ડેટ સતત આગળ વધારવામાં આવી રહી છે.
