Not Set/ અનુષ્કા – કેટરીનાને બાઈક શીખવનાર બાઈકર ચેતના પંડિતે કરી આત્મહત્યા

મુંબઈ, ચેતના પંડિતે એક બાઈક રેસર છે. જેમણે બોલીવુડની ઘણી એકટ્રેસને મોટર સાયકલ ચલાવતા શીખવ્યું છે. જો કે આ બાઈકર કોચ ચેતના પંડિતે એ મુંબઈમાં આત્મહત્યા કરી છે. ચેતના પંડિતે મૂળ કર્ણાટકના શિમોગાના રહેવાસી છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી તે મુંબઈમાં સ્થાયી થયા હતા. તેઓ અહી મહિલાઓને બાઈક રેસિંગની ટ્રેનિંગ આપતા હતા. આ લિસ્ટમાં અનુષ્કા […]

Trending Entertainment

મુંબઈ,

ચેતના પંડિતે એક બાઈક રેસર છે. જેમણે બોલીવુડની ઘણી એકટ્રેસને મોટર સાયકલ ચલાવતા શીખવ્યું છે. જો કે આ બાઈકર કોચ ચેતના પંડિતે એ મુંબઈમાં આત્મહત્યા કરી છે.

ચેતના પંડિતે મૂળ કર્ણાટકના શિમોગાના રહેવાસી છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી તે મુંબઈમાં સ્થાયી થયા હતા. તેઓ અહી મહિલાઓને બાઈક રેસિંગની ટ્રેનિંગ આપતા હતા. આ લિસ્ટમાં અનુષ્કા શર્મા, કેટરીના કેફ, શ્રદ્ધા કપૂર, માધુરી દિક્ષિત જેવી અભિનેત્રીઓનો સમાવેશ થાય છે.

ચેતનાએ પોતાના ઘરમાં ફાંસીએ લટકીને આત્મહત્યા કરી છે. રૂમમાંથી એક સ્યુસાઈડ નોટ મળી છે. જેમાં પોતાની મોત માટે એમણે પોતાના બોયફ્રેન્ડને જવાબદાર ગણાવ્યો છે.

જે સમયે એમણે આત્મહત્યા કરી ત્યારે ઘરમાં કોઈ રૂમ મેટ્સ હાજર ન હોતા. બીજી બાજુ પોલીસે આ મામલે કેસ દાખલ કરી દીધો છે અને આગળની કાર્યવાહી માટે ઇન્વેસ્ટીગેશન પણ શરૂ કરી દીધું છે. મહત્વનું છે કે, બાઈક રેસિંગ કોચ ચેતના પંડ્યાએ ધૂમ – ૩ માં કેટરીનાને બાઈક રાઈડીંગ શીખવ્યું હતું.