મુંબઈ
બોલીવુડના બાદશાહ અંગે જાણીતા શાહરૂખ ખાન પાસે મોટુ કારનુ કલેક્શન છે. તે કલેક્શનમાં ઘણી લકઝરી કારનો સમાવેશ થાય છે. શારૂખની પાસે રોલ્સ રોયસ ફેટમ, લેન્ડ ક્રુઝર જેવી ગાડિઓ છે. આવો જાણીએ શારૂખની ગાડિઓનુ લિસ્ટ અને તેની ખાસ વાતો વિશે.
રોલ્સ રોયસ ફેટમ
આ કારને દુનિયારની સૌથી લક્ઝરી કાર પૈકીની એક માનવામાં આવે છે. તેમાં ઘણા એવા ફિચર્સ છે જે કોઈ અન્ય કારમાં જોવા નથી મળતા. આ કારમાં V12, 6.75 લીટર ટ્વિન ટર્બોચાર્ડ એન્જિન આપવામાં આવ્યુ છે. ભારતમાં આ કારની કિંમત રૂ.9.5 કરોડ થી રૂ.11.35 કરોડ છે.
બેંટલે કોન્ટિનેંટલ જીટી
મોર્ડન લક્ઝરી સેગમેંટમાં આ કાર ઘણી ફેમસ છે. આ કારમાં 6.0 લિટર W12 એન્જિન આપવામાં આવ્યુ છે. આ એન્જિન 626PS પાવર અને 900Nm ટોર્ક જનરેટ કરે છે. 0-100 કિમીની રફતાર પકડવામાં તેને 3.7 સેકન્ડનો સમય લાગે છે. તેની ટોપ સ્પીડ 333kmph છે. આ કારની કિંમત 3.9 કરોડ રૂપિયા છે.
મિત્સુબિશી પજેરો
આ કારમાં 2.5 2.5 લિટર ટર્બોચાર્જ્ડ ફોર સિલેન્ડર એન્જિન આપવામાં આવ્યુ છે. આ એન્જિન 178PSનો પાવર અને 350Nm ટોર્ક જનરેટ કરે છે. આ કારની કિંમત રૂ.28-29 લાખ છે.
BMW-7
સીરીઝ શાહરૂખના કલેક્શનમાં આ ગાડીનો પણ સમાવેશ છે. BMW 7 સીરીઝ 730Ld માં 3.0 લીટર ઈન-લાઈન 6 સિલેન્ડર ઓયલ બર્નર ટ્યુન એન્જિન લાગેલ છે. આકારને 0-100 કિમિની સ્પિડ પકડવામાં માત્ર 6.2 સેકન્ડનો સમય લાગે છે. આ કારની કિંમત 1.47 કરોડ રૂપિયાથી શરૂ થાય છે.
બુગાટી વેયરોન
આ કારને દુનિયાની સૌથી મોંધી અને ઝડપી કાર માનવામાં આવે છે. એજ્ની કિંમત 12 કરોડ રૂપિયા છે. તેમાં 8.0 લિટર ટર્બોચાર્જડ W16 એન્જિન છે. આ એન્જિન 987 bhp પાવર અને 1250 Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ કાર અંદાજે 2 સેકન્ડમાં 0-100 કિમીની સ્પિડ પકડી લે છે.
