Not Set/ પીડીપીને તોડવાની કોશિશ થઇ તો ભોગવવું પડશે ઘાતક પરિણામ: મહેબૂબાની ચીમકી

જમ્મુ-કાશ્મીરમાં ભાજપ અને પીડીપી વચ્ચે ગઠબંધન તૂટ્યા બાદ મહેબૂબા મુફ્તી એમના પૂર્વ સહયોગી સતત હુમલાઓ કરી રહ્યા છે. શુક્રવારે એમણે કઠોર શબ્દોમાં કહ્યું કે દિલ્હી, જો 1987ની જેમ અહીંની જનતાના વોટની ચોરી કરવાની કોશિશ કરશે, કોઈ જાતની તોડફોડની કોશિશ થઇ તો પરિણામ ખતરનાક રહેશે. મહેબૂબાએ કહ્યું કે 1987માં જે કઈ પણ થયું અને જમ્મુ-કાશ્મીરમાં જેવી […]

Top Stories India

જમ્મુ-કાશ્મીરમાં ભાજપ અને પીડીપી વચ્ચે ગઠબંધન તૂટ્યા બાદ મહેબૂબા મુફ્તી એમના પૂર્વ સહયોગી સતત હુમલાઓ કરી રહ્યા છે. શુક્રવારે એમણે કઠોર શબ્દોમાં કહ્યું કે દિલ્હી, જો 1987ની જેમ અહીંની જનતાના વોટની ચોરી કરવાની કોશિશ કરશે, કોઈ જાતની તોડફોડની કોશિશ થઇ તો પરિણામ ખતરનાક રહેશે.

મહેબૂબાએ કહ્યું કે 1987માં જે કઈ પણ થયું અને જમ્મુ-કાશ્મીરમાં જેવી રીતે એક સલાહુદ્દીન અને એક યાસીન માલિકે જન્મ લીધો, આ વખતે પરિણામ એનાથી પણ વધારે ખતરનાક અને ઘાતક હશે.

મહેબૂબાના નિવેદન સામે ભાજપે એમના ઉદ્દેશ પર સવાલ ઉઠાવ્યા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈનાએ કહ્યું કે આ સમયે મહેબૂબા મુફ્તીને કાશ્મીરના ખૂનીઓની યાદ કેમ આવી. મહેબૂબા એવું ઈચ્છે છે કે ખીણમાં બંદૂક અને પિસ્તોલનો ખેલ ચાલુ રહે. યાસીન મલિક કાશ્મીરના ખૂનીઓમાંનો એક છે. અને એને યાદ કરવો કોઈ ગુન્હાથી ઓછું નથી.

મહેબુબાના નિવેદનના બે દિવસ પહેલા પાર્ટીના બળવાખોર નેતા ઇમરાન અંસારીએ નવો મોર્ચો બનાવવાનું એલાન કર્યું હતું. ઇમરાને પીડીપી અને નેશનલ કોન્ફરન્સ પર બ્લેકમેલ કરવાનો આરોપ લગાવ્યો હતો.